Chandrayaan 3: ચંદ્રયાન મિશનમાં જામનગરની આ કંપનીનું મોટું યોગદાન, નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
Chandrayaan 3: જામનગરના અલિયાબાડા ખાતે આવેલી ગીતા મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ જામનગરવાસીઓને ગર્વની લાગણીનો અનુભવ કરાવ્યો છે. કારણ કે, ISROના ચંદ્રયાન-3 મિશન બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ કંપની રોકેટની બોડીને મશીનીંગ કરવા માટેનું મશીન બનાવે છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: ભારતભરમાં જ્યારે ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગની સફળતાનું ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ ચંદ્રયાન ત્રણમાં જે રોકેટનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે, તે મશીન જામનગરની એન્જિનિયર કંપનીએ બનાવ્યું છે. જેણે જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જામનગરમાં 6 થી 7 મહિનામાં 3 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મશીનને 8 જુદા જુદા ટ્રકોમાં લઈ જવામાં આવ્યો હતો અને પછી તેને ભેગું કરીને રોકેટનું મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો હતો. ભારતભરમાં જ્યારે ચંદ્રયાન- 3ના સફળ લોન્ચિંગ અને તેની સફળતા માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. ત્યારે આ મીશન માટે જામનગરની એન્જિનિયરિંગ કંપની ગીતા એન્જિનિયરિંગ એ મોટું યોગદાન આપ્યું છે.
રોકેટનો મુખ્ય ભાગ જે છે. તેના પાર્ટ્સ બનાવવા માટેનું મશીન જામનગરના ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે. આ બનાવવા માટે તેમને 6થી 8 મહિના લાગ્યા હતા તેમ જ દિવસ રાત 25થી 30 માણસો આના માટે કામે લાગ્યા હતા અત્યંત આધુનિક અને સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત આ મશીન બનીને તૈયાર થયું ત્યારે એટલું મોટું હતું કે તેને જુદું કરીને આઠ ટ્રકોમાં બેંગ્લોર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં કંપનીના બે માણસો પણ સાથે ગયા હતા. તેઓએ મશીનને ત્યાં ભેગું કરી રોકેટનું મુખ્ય ભાગ બનાવી ચંદ્રયાન મિશનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ગીતા એન્જિનિયરિંગને આ મશીન બનાવવાનો ઓર્ડર ડીઆરડીએલ, હૈદરાબાદ દ્વારા આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ સીએનસી ટર્મિનલ મીલ નામથી ઓળખાતા આ મશીનને બનાવીને ગીતા એન્જિનિયરિંગે નવો કીર્તિમાન તો સ્થાપિત કર્યો છે પરંતુ જામનગરનું ગૌરવ પણ વધાર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે