મોરબી સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને બોલાવી બઘડાટી, જાણો શું છે કારણ?
મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક 80 લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમા અરજી કરી હતી, તો પણ કંપની તરફથી એમજીઓ કરવામાં આવેલ નથી અને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ આપવામાં આવ્યા હતા. જેથી કરીને ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને બઘડાટી બોલાવી હતી.
મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક 80 લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે અને તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ ગેસ કંપની દ્વારા વધુ વધારો કરવામાં આવેલ છે.
મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને અહીના ઉદ્યોગકારો ગેસ લેતા હોય છે અને એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવે એટ્લે જેટલો ગેસ ઉદ્યોગકારો માંગે તેટલો આપવામાં આવતો હોય છે. જો કે, ગત 12 ઓગસ્ટે 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કારખાનેદારોએ ગેસનો વપરાશ શરૂ કર્યો હતો.
જો કે, તે કારખાનેદારોને કંપનીએ એમજીઓ મુજબ નહીં પરંતુ નોન એમજીઓ મુજબ ગેસના બિલ આપેલ છે. જેથી એમજીઓના ભાવ કરતાં તેને 14 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસ મોંઘો પડે છે. જેથી કરીને મોંઘવારીના સમયમાં તે કારખાનેદારો ટકી શકે તેમ નથી. જેથી સિરામિક એસો.ની આગેવાનીમાં 100 વધુ કારખાનેદારોએ ગેસ કંપનીમાં રજૂઆત કરીને તેઓના એમજીઓ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે ઉદ્યોગકારો અને આગેવાનોએ ગેસ કંપનીની ઓફિસરમાં બઘડાટી બોલાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે