વિન્ટેજ ગાડીઓમાં 165 વરરાજાની જાન નીકળી, જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો
ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા 'લાગણીના વાવેતર' શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. 24 ફેબ્રુઆરીના રોજ જામકંડોરણા ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં 165 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પિતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેનું સમગ્ર સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં કરાયુ હતું.
Trending Photos
Mass Wedding In Jetpur : ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા 'લાગણીના વાવેતર' શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. 24 ફેબ્રુઆરીના રોજ જામકંડોરણા ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં 165 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પિતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેનું સમગ્ર સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં કરાયુ હતું.
જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા લાગણીના વાવેતર શાહી સમૂહ લગ્ન વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં જામકંડોરણા ખાતે યોજાયા હતા. 7 મો લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં 165 લેઉવા પટેલ સમાજની દીકરીઓનું કન્યાદાન માજી કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીને ઘર વસાવવા માટે ફ્રીજ, સોનાના દાણા સહિતની 123 આઈટમ કરિયાવર આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિત ધારાસભ્યો અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપીને નવદંપતીને શુભેચ્છા આપી હતી.
વિન્ટેજ કાર, ખુલ્લી જીપ અને ઘોડા પર નીકળ્યો વરઘોડા
આકાર્યક્રમનું સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં થયુ હતં. સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સુખી સંપન્ન પરિવાર લગ્ન કરે તે જ રીતે જાજરમાન લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ભવ્ય વરઘોડો જામકંડોરણા ગામમાંથી નીકળ્યો હતો. જેમાં 25 વિન્ટેજ કાર, ખુલ્લી જીપ, શણગારેલી મોટર કાર અને ઘોડાના કાફલા સાથે આ વરઘોડા નીકળ્યા હતા. વરઘોડામાં પાંચ ડીજેના વાહનો, ઢોલ મંડળીઓ, બેન્ડવાજાના ગ્રૃપ જોડાશે આ વરઘોડો જામકંડોરણાના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારબાદ લગ્નવિધીની શરૂઆત થઈ હતી.
નવદંપતીને કરિયાવરમાં 123 આઇટમો અપાઈ
એક દીકરી પિતાના ઘરેથી વિદાય લે ત્યારે તેને ઉપયોગી જીવન જરૂરી તમામ વસ્તુઓ પિતા કરિયાવર સ્વરૂપે આપતા હોય છે. જે દરેક પિતા દીકરીને લાગણીથી આપતા હોય છે. ત્યારે આ સમૂહલગ્નોત્સવમાં પણ જયેશ રાદડિયા દ્રારા ભાગ લેનાર દંપતીને 123 આઇટમો કરિયાવાર સ્વરૂપે આપવામાં આવી હતી. જેમા સોનાના દાણા 2 નંગ, ફ્રિઝ, ડબલ બેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજા અને વરકન્યા માટે સૂટ આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા, સાવજનું કાળજું બુક પણ કરિયાવારમાં અર્પણ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે