મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો

Spider Plant: વાસ્તુશાસ્ત્રમાં એવા ચમત્કારિક છોડ વિશે પણ જણાવાયું છે જે એટલા અસરકારક હોય છે કે તેને ઘરમાં લગાડવાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ખાસ કરીને કેટલાક છોડ એવા છે જે ધન અને ચુંબકની જેમ આકર્ષિત કરે છે. આ વાત આવતા જ જો તમને મનમાં મની પ્લાન્ટનો વિચાર આવ્યો હોય તો આ છોડ મની પ્લાન્ટ નથી.

મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો

Spider Plant: વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. જ્યારે કેટલાક નિયમોનું પાલન કરવામાં નથી આવતું તો વાસ્તુદોષ લાગે છે અને તેના કારણે જીવનમાં સમસ્યાઓ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એવા ચમત્કારિક છોડ વિશે પણ જણાવાયું છે જે એટલા અસરકારક હોય છે કે તેને ઘરમાં લગાડવાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ખાસ કરીને કેટલાક છોડ એવા છે જે ધન અને ચુંબકની જેમ આકર્ષિત કરે છે. આ વાત આવતા જ જો તમને મનમાં મની પ્લાન્ટનો વિચાર આવ્યો હોય તો આ છોડ મની પ્લાન્ટ નથી. મલી પ્લાન્ટ સિવાય પણ એક છોડ છે જે ઘરમાં ધન આકર્ષિત કરે છે. આ છોડ છે સ્પાઇડર પ્લાન્ટ.

આ પણ વાંચો:

સ્પાઇડર પ્લાન્ટને રાખવાની દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ છોડને ઉત્તર, પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ફાયદો વધારે થાય છે. જો તમે ઓફિસમાં તેને રાખવા ઈચ્છો છો તો તમારા ટેબલ ઉપર તેને રાખો. સ્પાઈડર પ્લાન્ટ ને ઘરના લિવિંગ રૂમ, રસોડા, બાલકની અને સ્ટડી રૂમમાં પણ રાખી શકાય છે. 

અશુભ ફળ

જો તમે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખો છો તો પછી એક વાતનું ખાસ ધ્યાન રાખવું. આ છોડને ક્યારેય સુકાવા દેવો નહીં. જો આ છોડ સુકાવા લાગે તો તુરંત તેને ઘરમાંથી દૂર કરી અને નવો પ્લાન્ટ લગાવી દેવો. આ સિવાય ઘરમાં સ્પાઇડર પ્લાન્ટ ને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન રાખો આ દિશામાં રાખવાથી અશુભ ફળ મળે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સ્પાઇડર પ્લાન્ટ ઘરમાં હોય તો પરિવારના લોકોના સ્વાસ્થ્યને પણ સારી અસર થાય છે. વાસ્તુ અનુસાર આ પ્લાન્ટ ઘરમાં હોય તો સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યા દૂર રહે છે કારણ કે તેનાથી ઘરમાં ફેલાયેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે. અને ઘરમાં રહેતા લોકોને માનસિક શાંતિ મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news