અમદાવાદઃ એન્ટ્રી ઓપરેટરોને ત્યાં ITના દરોડા, વધુ 9 કરોડની રોકડ રકમ કબજે

અત્યાર સુધી કુલ 19 કરોડની રકમ આવકવેરા વિભાગે કબજે કરી છે. 

અમદાવાદઃ એન્ટ્રી ઓપરેટરોને ત્યાં ITના દરોડા, વધુ 9 કરોડની રોકડ રકમ કબજે

અમદાવાદઃ એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પાડવામા આવેલા દરોડામાં વધુ 9 કરોડની રકમ મળી આવી છે. આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં વધુ 9 કરોડની રોકડ મળી છે. જેથી કુલ 19 કરોડની રોકડ રકમ આવકવેરા વિભાગે કબજે કરી છે. આઈટી વિભાગના ઈતિહાસનું આ સૌથી મોટું સિઝર છે. આવકવેરા વિભાગે સવારથી જ જિજ્ઞેશ શાહ અને સંજય શાહને ત્યાં દરોડા પાડ્યા હતા.  આ દરોડામાં જંગી માત્રામાં રોકડ મળી આવી છે. અમદાવાદમાં 3 સ્થળે દરોડા પડાયા છે. 18 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. ડિમેટ એકાઉન્ટ પણ મળ્યા છે. સાથે જ આઈટી વિભાગે ઢગલાબંધ દસ્તાવેજ કબજે કર્યા છે. હજુ પણ વધુ બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news