સુરતમાં ટેકસટાઇલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે પાણીને ટ્રીટ કરવું ખુબ જરૂરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ મે, ર૦ર૧ના રોજ ‘હાઉ ટુ રીયુઝ કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ?’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ જગતના નિષ્ણાતો ગિરીશ લુથરા અને કૃણાલ શાહે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકી રહેવા માટે કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાતો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
સુરતમાં ટેકસટાઇલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે પાણીને ટ્રીટ કરવું ખુબ જરૂરી

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ મે, ર૦ર૧ના રોજ ‘હાઉ ટુ રીયુઝ કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ?’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ જગતના નિષ્ણાતો ગિરીશ લુથરા અને કૃણાલ શાહે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકી રહેવા માટે કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાતો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઉદ્યોગને દરરોજ આશરે ૬૦૦ એમએલડી પાણીની જરૂરિયાત છે. ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાલ ગ્રાઉન્ડ વોટર અને નદીનું પાણી મહત્વના સોર્સ છે. હાલ પાણીની જરૂરિયાત ડાઇંગ મિલો અને વોટરજેટ લૂમ્સને પડી રહી છે. આથી ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીને પાણીની અછત નહીં વર્તાય તે માટે વેસ્ટ વોટરને રિસાયકલ કરી તેનો ઉપયોગ કરવાની દિશામાં વિચારવું પડશે. તેમણે સીઇટીપી બાદ રિસાયકલીંગ એન્ડ ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ જેવા વિકલ્પોની વિસ્તૃત માહિતી આપી હતી. રિસાયકલીંગમાં ટર્ટરી, અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને આરઓ અંગે ચર્ચા કરી હતી. જ્યારે ઝીરો લીકવીડ ડિસ્ચાર્જમાં તેમણે સોલર ડ્રાઇંગ, મિકેનિકલ ડ્રાઇંગ અને મરીન આઉટફલો વિશે સમજણ આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ અને તેલંગાણામાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે. દેશમાં જ્યાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે એવા ૮૦ ટકા વિસ્તારમાં પાણીની અછતની સમસ્યા ઉભી થઇ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પાણી શુદ્ધિકરણ માટેના પ્રોજેકટ કન્ટીન્યુ રહે તે માટે ઉદ્યોગોને સહયોગ કરી રહી છે. આથી સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને ફાયનાન્સ, ટેકનીકલ અને કલસ્ટર મેનેજમેન્ટ કરવાની જરૂર છે.

કુણાલ શાહે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઉદ્યોગે રસ લઇને પાણીને રિસાયકલ કરવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ યુનિટ બાદ હવે વોટરજેટ લૂમ્સ એરિયામાં પાણીની જરૂરિયાત ઉભી થતી જાય છે. ઇન્ડસ્ટ્રીમાંથી આશરે ૩૩ ટકા પાણી એવું નીકળતું હોય છે કે જે રિસાયકલ થઇ શકે તેમ હોતું નથી અને તેને બાષ્પીભવન કરવાની જરૂર હોય છે. વોટરજેટમાંથી નીકળતું પાણી ડાઇંગ હાઉસમાં ઉપયોગ થઇ શકે છે અને ત્યારબાદ આ પાણી કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થાય છે. હાલ પાંડેસરામાં મહાનગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે. સચીનમાં ઇરીગેશન અથવા જીઆઇડીસી પાણી આપે છે. જ્યારે કડોદરામાં બોરીંગ વોટર દ્વારા ઇન્ડસ્ટ્રી સર્વાઇવ કરી રહી છે. પરંતુ ભવિષ્યમાં ગ્રાઉન્ડ વોટર નહીં રહે અને ડાયરેકટ પાણી વાપરી શકાશે નહીં ત્યારે મુશ્કેલી નહીં સર્જાય તે બાબતને અત્યારથી જ ધ્યાને લેવાની રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકો જમીનમાંથી બોરીંગ દ્વારા વધારે માત્રામાં પાણી બહાર કાઢે છે અને તેને કારણે પાણીની કવોલિટી ઘટી રહી છે. આગામી વર્ષોમાં ઉદ્યોગે ટકી રહેવા માટે પાણીને રિસાયકલ કરવું પડશે. એના માટે ઉદ્યોગ જગતે રસ લઇને પાણીના રિસાયકલ ઉપર ફોકસ કરવું પડશે અને કોમન ફેસિલિટી ઉભી કરવા યોગ્ય ડિઝાઇન બનાવવી પડશે. તેમણે કહયું કે, ઘણા બધા કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ડિઝાઇન થયેલા હશે પણ ભવિષ્યમાં સીઇટીપીમાં ટીડીએસ વિગેરે કેવો આવશે તે બાબતોનો વિગતવાર અને ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને યોગ્ય ડિઝાઇન બનાવવી પડશે. ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલાએ સવાલોનું સંચાલન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news