અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન! જાણો કેમ?
રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આધાર કાર્ડ કે જન્મ-મરણ દાખલ કઢાવવા માટે લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે મહિલાઓ પોતાના નાના બાળકો પાડોશીને ત્યાં મૂકીને આવે છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના વિઝા કઢાવવા સહેલા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાંથી જન્મ-મરણના દાખલા કે આધાર કાર્ડ કઢાવવું ખૂબ જ કઠિન છે... આધાર કાર્ડ કે જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને ત્રણ થી ચાર ધક્કા ખાવા પડે છે.
આધાર કાર્ડએ દરેક ભારતીયની ઓળખ છે. ત્યારે આધાર કાર્ડ કઢાવવા તેમજ જન્મ મરણ ના દાખલા કઢાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં લોકોની વહેલી સવારથી જ લાઈન લાગી જાય છે. અગાઉ અનેક વખત આધાર કાર્ડ અને જન્મ મરણના દાખલા કઢાવવા માટેનું સ્ટાફમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી એક પણ પ્રકારના સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આધાર કાર્ડ કે જન્મ-મરણ દાખલ કઢાવવા માટે લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે મહિલાઓ પોતાના નાના બાળકો પાડોશીને ત્યાં મૂકીને આવે છે તો કેટલાક પુરુષો પોતાનો કામ ધંધામાં રજા પાડી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે પરંતુ આધાર કાર્ડ કે જન્મમરણ ના દાખલા માં એક થકે કામ પૂર્ણ થતું નથી. દરેક લોકોને ઓછામાં ઓછા બે થી વધુમાં વધુ ચાર ધક્કા રાજકોટ મહાનગરપાલિકાના ખાવા પડે છે ત્યારે જ તેનું આધાર કાર્ડ કે જન્મ મરણના દાખલા નીકળે છે.
રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ કે આધાર કાર્ડ કઢાવવા માટેની જે કચેરી છે ત્યાં લોકોની ખૂબ જ મોટી ભીડ હોય છે ત્યારે આવા તડકામાં લોકો કચેરીની બહાર લાઈનમાં ઊભા રહી તડકાના ગરમીથી શેકાતા હોય છે. કચેરીની બહાર જે ભીડ જામે છે તેને બેસવા માટેની મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. આધાર કાર્ડની કામગીરીમાં હાલ માટે હાલમાં પાંચ ટેબલ મૂકવામાં આવ્યા છે પરંતુ પાંચમાંથી બે ટેબલ ઉપર તો ઓપરેટર હોતા જ નથી પરિણામે લોકોની ભીડ જમા થતી હોય છે.
જેથી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની જે છેલ્લી દરખાસ્ત મળી હતી તેમાં આધાર કાર્ડ તેમ જ જન્મ મરણના દાખલામાં ઓપરેટર તેમજ આધાર કાર્ડ માટેની કીટની સંખ્યા વધારી લોકોની ભીડ ઓછી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ લાખો રૂપિયાની દરખાસ્ત મંજુર થઈ હોવા છતાં પણ લોકોને જે હાલાકી ભોગવી પડે છે તે હજુ પણ યથાવત જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે