કોરોના નવા સ્ટ્રેનનો પહેલો કેસ સુરતમાં મળી આવ્યા હોવાની વાત અફવા
ઇગ્લેંન્ડમાં સ્ટ્રેન હાહાકાર મચાવ્યો હોય કોવિડ હોસ્પિટલમાં દાખલ યુવતીના ત્રણ સેમ્પલ લેવાયા છે. જેને પૂણેની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: ઈગ્લેંન્ડથી સુરત ના હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે.કોરોના નવા સ્ટ્રેનના કારણે વિશ્વ્યાપી હાહાકાર મચ્યો છે. તેની વચ્ચે ઇંગ્લેન્ડથી સુરત આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા સ્ટ્રેનના રિપોર્ટ માટે 3 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે રિપોર્ટ માટે પુણે મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુવતીના ઘરના બે વ્યક્તિ પણ ચેપગ્રસ્ત છે.
10મી ડિસેમ્બરના રોજ સુરતની યુવતી ઈંગ્લેન્ડથી આવી હતી અને ત્યારબાદ તે સુરતથી દિલ્હી પણ ગઈ હતી અને દિલ્હીથી ફરી સુરત આવી ત્યારે કોરોનાના લક્ષણો દેખાતા આર ટી પી સી આરમાં કોરોના પોઝિટિવ નોંધાઇ હતી. જો કે યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી ઇંગ્લેન્ડ પ્રવાસ ની હોય તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તેને અલાયદી વ્યવસ્થા કરીને કોવિડ હોસ્પિટલના દસમા માળે રાખવામાં આવી છે.
ઇગ્લેંન્ડમાં સ્ટ્રેન હાહાકાર મચાવ્યો હોય કોવિડ હોસ્પિટલમાં દાખલ યુવતીના ત્રણ સેમ્પલ લેવાયા છે. જેને પૂણેની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. પરિવારના અન્ય બે સભ્ય યુવતીના સંપર્કમાં આવ્યા બાદ તેમને isolate કરાયા છે. અને પરિવારના સભ્યો નો પણ બ્લડ સેમ્પલ પુણેમાં મોકલવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે