ગુજરાત છે કે બિહાર? માતા બાળકીને ખભે લઇને હોસ્પિટલ દોડી, વાહન નહી મળતા રસ્તામાં જ માનવતાનું મોત

પાંડેસરના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ જીવ માત્ર એટલા માટે ગુમાવવો પડ્યો છે કારણ કે શહેરમાં રાત્રી કર્ફ્યૂનું પાલન થઇ રહ્યું હતું. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગઇ કાલે રાત્રે એકાએક બાળકીના ઝાડા ઉલટી થતા તેની તબિયત લથડી હતી. માતાએપોતાની વહાલસોયી દિકરીને હોસ્પિટલ લઇ જવા માટે બહાર ઘણા વાહનો શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઇ વાહન મળ્યું નહોતું. જેના કારણે તેમણે બાળકીને તેડીને જ હોસ્પિટલ તરફ આગળ વધવાનું ચાલુ કર્યું હતું. 
ગુજરાત છે કે બિહાર? માતા બાળકીને ખભે લઇને હોસ્પિટલ દોડી, વાહન નહી મળતા રસ્તામાં જ માનવતાનું મોત

સુરત : પાંડેસરના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ જીવ માત્ર એટલા માટે ગુમાવવો પડ્યો છે કારણ કે શહેરમાં રાત્રી કર્ફ્યૂનું પાલન થઇ રહ્યું હતું. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગઇ કાલે રાત્રે એકાએક બાળકીના ઝાડા ઉલટી થતા તેની તબિયત લથડી હતી. માતાએપોતાની વહાલસોયી દિકરીને હોસ્પિટલ લઇ જવા માટે બહાર ઘણા વાહનો શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઇ વાહન મળ્યું નહોતું. જેના કારણે તેમણે બાળકીને તેડીને જ હોસ્પિટલ તરફ આગળ વધવાનું ચાલુ કર્યું હતું. 

માતાએ પોતાની બાળકીને લઇને સિવિલ તરફ દોટ મુકી હતી. જો કે બાળકીને સારવાર મળે તે પહેલા જ માતા અને માનવતા બંન્ને હારી ચુક્યા હતા. બાળકીની તબિયત લથડતા માતા તેની પુત્રીને લઇને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં બાળકીને અંતિમ શ્વાસ લીધા હતા. રાત્રીના સમયે પિતા કામ પર હોવાથી મહિલા એકલી હતી. બીજી તરફ કર્ફ્યૂનો સમય હોવાનાં કારણે કોઇ પણ વાહન મળી રહ્યું નહોતું. જેના કારણે મહિલાએ આખરે સિવિલ હોસ્પિટલ તરફ બાળકીને લઇને દોડ લગાવી હતી. 

અત્રે નોંધનીય છે કે, મહિલા પાસે ફોન નહી હોવાનાં કારણે 108 પર કોલ પણ કરી શકી નહોતી. મહિલાએ ખભે બાળકીને નાખીને સિવિલ હોસ્પિટલ તરફ દોડ લગાવી હતી. જો કે કમનસીબે માતૃત્વ જીવન સામે હારી ગયું હતું. સોસિયા સર્કલ પાસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીને માત્ર સવારથી જ ઝાડા ઉલટી જ હતા. જો કે રાત્રે તબિયત અચાનક લથડી જવાના કારણે બાળકીને હોસ્પિટલ લઇ જવાની જરૂર લાગતા હોસ્પિટલ લઇ જવા માટે સાધન મળ્યું નહોતું અને બાળકીનું મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news