25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી

 અરવિંદ કેજરીવાલે સુરતના સરથાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હીનાં ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો. 

25 વર્ષથી પલાઠી મારીને બેઠેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે ઇજારાશાહી નહી

સુરત : અરવિંદ કેજરીવાલે સુરતના સરથાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હીનાં ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો. 

હું તમારો ખુબ ખુબ આભારી છું હાલમાં નગર નિગમની જે ચૂંટણી થઇ તેમાં તમે આપને ખુબ જ મદદ કરી. 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેમાં પણ ભવ્ય પ્રતિસાદ મળવો જોઇએ. તમામ બટન માત્ર ઝાડુના જ દબાવા જોઇએ. તમે પણ તમારા ગામમાં લોકોને અને મિત્રોને જણાવજો કે પરમ દિવસે તમામ બટન ઝાડુના જ દબાવા જોઇએ. અમને માત્ર 5 વર્ષ માટેનો સમય આપો અને તમે જે 25 વર્ષમાં નથી જોયું તેવી સુવિધાઓ ગુજરાત માટે લાવી આપીશ. એક વખત અમારા પર પણ વિશ્વાસ કરો. 

કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આજે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવવા લાગ્યા છે. દિલ્હીની ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ છે. આ વખતે દિલ્હીની સરકારી શાળાઓનું 98 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણની તો વાત એક તરફ રહી પરંતુ શાળાઓની સ્થિતી પણ જર્જરિત સ્થિતીમાં છે. આવામાં જરૂરી છે તમે 25 વર્ષથી પલાઠી મારીને બેસી ગયેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે. ઇજારાશાહી નહી. પાંચ વર્ષ જો આપની સરકાર આવશે તો ગુજરાતનો વિકાસ બેવડાઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news