આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ઇરીગેશનનો લાભ આપવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજનાને મળી મંજૂર
પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે.
Trending Photos
પંચમહાલ: પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે.
ભાદર, કડાણા અને પાનમ જેવા મોટા જળાશયો અને સુજલામ સુફલામ કેનાલની વચ્ચે હોવા છતાં વિષમ પડકારરૂપ ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના આ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા મુખ્યમંત્રીની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે આ મહત્વાકાંક્ષી યોજનાને તેમણે મંજૂરી આપી છે.
સમગ્રતયા પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી ૧૮પ મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.
વિજય રૂપાણીના આ આદિજાતિ કિસાન હિતકારી અભિગમને પરિણામે આદિજાતિ વિસ્તારના ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પાક લઇ શકશે અને તેમનું જીવનધોરણ ઊંચું આવશે તેમજ રોજગારીની તકો પણ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે