શેરબજારમાં રોકાણ કરાવી ઉંચી રકમ અપાવવાના બહાને છેતરપીંડી કરતું કોલસેન્ટર ઝડપાયું

શેરબજારમા રોકાણ કરી વધુ નાણાં અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગના 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ 4થી વધુ લોકો ફરાર છે. કઈ રીતે આ ગેંગ લોકો સાથે છેતરપીંડી કરતી તે પણ જાણવા જેવી બાબત છે. જેમાં બે માસ્ટર માઇન્ટ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

શેરબજારમાં રોકાણ કરાવી ઉંચી રકમ અપાવવાના બહાને છેતરપીંડી કરતું કોલસેન્ટર ઝડપાયું

મૌલિક /અમદાવાદ: શેરબજારમા રોકાણ કરી વધુ નાણાં અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગના 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ 4થી વધુ લોકો ફરાર છે. કઈ રીતે આ ગેંગ લોકો સાથે છેતરપીંડી કરતી તે પણ જાણવા જેવી બાબત છે. જેમાં બે માસ્ટર માઇન્ટ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 
 
પોલીસ ગિરફતમાં તમામ શખ્સો તો માત્ર કોલર છે જે લોકોને ફોન કરી લાલચ આપવાનું કામ કરતા હતા. પરંતુ આ શખ્સો પાછળ 2 મહિલા સહિત 4 માસ્ટર માઇન્ડ ફરાર છે. આ તમામ લોકો અલગ અલગ રાજ્યોમાં ફોન કરી શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. નોંધનીય છે કે, આ લોકો પહેલા રોકાણકારોને બે ત્રણ ટીપ આપી લાભ અપાવતા હતા. જેથી રોકાણકારો વિશ્વાસમા આવી જાય અને ત્યારબાદ રોકાણકારોને છેતરી લેતા હતા.

દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ

આ લોકો ગુજરાત છોડી અન્ય રાજ્યોના લોકોને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા જેથી પોલીસ પકડમાં ના આવે. પણ ઉત્તરપ્રદેશના એક વતની પોતાના પુત્ર સાથે અમદાવાદમા રહેતા હતા. જેમને આ ગેગ ફોન કરતા આ કૌભાંડ સામે આવ્યું .પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ કામ માટે બીજા રાજ્યોના મોબાઈલ નંબર પણ વાપરતા હતા.

Untitled-4.jpg

સુરતના વેપારીઓ આવી રીતે કરી રહ્યા છે મોદીનો પ્રચાર, દેશભરમાં થઇ રહી છે ચર્ચા 

સાથે એવાજ રોકાણકારો ફોન કરતા જેના નંબર ગુજરાત બહારના હોય તે જાણવા માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. આ લોકો ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી બેક એકાઉન્ટ ખોલાવી અલગ અલગ વેબસાઈટનો પણ ઉપયોગ કરતા હતા. .મહત્વની વાત એ છે કે, ટેલિકોલર ત્રણેક ભાષાના જાણકાર રાખતા હતા. જેથી રોકાણકારોને વિશ્વાસમાં લઈ શકાય.

LRD પરીક્ષા: વેબ સાઇટ પર ઉમેદવારોના ગુણ જાહેર કરાયા

હાલ તો માત્ર ટેલિકોલર જ પોલીસ ગિરફતમાં આવ્યા છે પરંતુ તેનો માસ્ટર માઈન્ડ પકડાઈ તો એ પણ બહાર આવે કે છેલ્લા કેટલા સમયથી અમદાવાદમા આ કોલ સેન્ટર ચાલતું હતું અને કેટલા કરોડનું કૌભાંડ ગેંગ આચરી ચુકી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news