હવે હાર્દિક પટેલે આપ્યો રઘુ શર્માને જવાબ, કહ્યું- જ્યાં હોઈએ ત્યાં સાચુ બોલવું જોઈએ
કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે. આજે રઘુ શર્માએ હાર્દિક પટેલનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે પાર્ટીના નેતાઓએ શિસ્તમાં રહેવું જોઈએ. હવે હાર્દિક પટેલે કહ્યું કે, જો સાચુ બોલવું ગુનો છે તો હું ગુનેગાર છું.
Trending Photos
તેજસ મોદી, સુરતઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને લઈને કહ્યુ હતુ કે બધાએ શિસ્ત સાથે રહેવું જોઈએ. તો હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે કહ્યુ કે, જ્યાં હોઈએ ત્યાં સાચુ બોલવું જોઈએ. મેં સાચી વાત કરી છે કે જોડે મળીને યોગ્ય નિર્ણય લેવા જોઈએ.
સુરત પહોંચેલા હાર્દિક પટેલે કહ્યુ કે, પાર્ટીના હિતમાં સાચુ બોલવું જોઈએ. જો સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર ગણી શકો છો. આજે ગુજરાતની જનતા અમારી પાસે ઘણી આશા રાખીને બેઠી છે. પાર્ટીની અંદર નાની-મોટી નારાજગી રહેવાની છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થતા હોય છે. આપણે શ્રેષ્ઠ ગુજરાતનો જે સંકલ્પ સાથે મળીને લીધો છે તે માટે સાથે મળીને કામ કરવું પડશે. હાર્દિક પટેલે કહ્યું કે બંધારણ સાચુ બોલવાની સ્વતંત્રતા આપે છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વિવાદ, હાર્દિકે કહ્યુ- મને હેરાન કરવામાં આવે છે, રાહુલ ગાંધી પર પણ લગાવ્યો આરોપ
નોંધનીય છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે હાર્દિકે પટેલે પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. એક નિવેદનમાં ગઈકાલે હાર્દિકે કહ્યું હતું કે, કોંગ્રેસના હાઈકમાન્ડે જલદી નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસના કહેવાતા નેતાઓ નરેશ પટેલની ડિમાન્ડની વાત કરે છે, પણ નરેશભાઈએ પાર્ટી પાસે કોઈ ડિમાન્ડ નથી મૂકી, તેવું હાર્દિક કહ્યું હતું અને હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, જો યોગ્ય નિર્ણય લેવો હોયતો જલદી લો એટલે નરેશભાઈનું વારંવાર થતું અપમાન બંધ થવું જોઈએ. હવે આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને શીખામણ આપી છે.
હાર્દિકના નિવેદન પર રઘુ શર્માની પ્રતિક્રીયા
હાર્દિકના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જો શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. અનુસાસનમાં તમામ લોકોએ રહેવું ખૂબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે