IND vs ENG: શું તમે મેચ જોવા માટે ટિકિટ બુક કરાવી છે? તો પાર્કિંગ અને ટ્રાફિકના નિયમો પણ જાણી લો
અમદાવાદમાં આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. મેચ જોવા આવતા લોકોએ પાર્કિંગ માટે પણ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં (Motera Cricket Stadium) 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ ટ્રાફિક પોલીસ ખાસ ભાર મૂકી બંધોબસ્ત ગોઠવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ આસપાસ 27 જેટલા પાર્કિંગ પ્લોટની ઉભા કરાયેલા છે જેમાં અમદાવાદના ટ્રાફિક પોલીસના 1200 અધિકારી - કર્મચારી તૈનાત રહેશે.
પાર્કિંગનું પણ ઓનલાઇન બુકિંગ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ 5 T20 મેચના આયોજનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમય બાદ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય મેચના આયોજનને લઈ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ત્યારે જો તમે મેચ માટેની ટિકિટ ખરીદી હોય તો પાર્કિંગ પણ ઓન લાઈન બુક કરાવવું પડશે. ઓનલાઈન પાર્કિંગ બુક કરાવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 27 પ્લોટ બુક કરવામાં આવ્યા છે.
પોલીસની સુરક્ષા વ્યવસ્થા
મેચને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે રેહશે. ખાસ ટ્રાફિક પોલીસે મેચ માટે અલગ જ સ્કીમ તૈયાર કરી છે, જેમાં 2 DCP, 8 ACP, 24 PI, 46 PSI, 1200 ટ્રાફિક પોલીસનાં જવાનો સાથે ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોની મદદ લેવાશે. મેચ જોવા માટે ખાનગી વાહનમાં આવતા પ્રેક્ષકોએ ટિકિટની જેમ જ ફરજિયાત પાર્કિંગ પણ ઓનલાઈન બુક કરાવવું પડશે. ઓનલાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહિ.
આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ થયું બહાર
ઉલ્લેખનીય છે કે સ્ટેડીયમની કુલ સીટીંગ કેપેસિટી મુજબ 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. અને તે માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાય છે. તેમ જ પાર્કિગ માટે પણ 'અમદા પાર્ક 'નામની એપ્લીકેશનથી ઓનલાઈન બુક કરાવી યોગ્ય પ્લોટમાં વાહન પાર્ક કરવાનું રેહશે. એપ્લીકેશનમાં પેઈડ પાર્કિંગનું બુકિંગ ઓનલાઈન માધ્યમોથી જ થઇ શકશે. જો મેચ જોવા માટે આવેલા પ્રેક્ષકો ખાનગી વાહનમાં આવતા હોય તો ઓન લાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહી. જ્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરુપ રીતે જો કોઈ પણ વાહન પાર્ક કરેલું હશે તો ટ્રાફિક પોલીસ તે વાહન ટો કરી લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે