જાણો આગામી 5 દિવસને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી, કેવું રહેશે વાતાવરણ
રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદ રહ્યો છે. હવામાન વિભાગની ચેતાવણી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદ રહ્યો છે. હવામાન વિભાગની ચેતાવણી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
છેલ્લાં 24 કલાકથી રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ સહ્કે છે. આ સાથે જ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં પન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા બાદ કરતાં તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત શનિવારે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 11 જિલ્લાના 18 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
બીજી તરફ વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે.
રાજકોટના અનેક વિસ્તારો વરસાદ ખાબકતાં પાણી ભરાયા
સોમવારે શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજકોટના 150 ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, મોરબી રોડ સહિતના સમગ્ર પટ્ટા પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.રાજકોટમાં વહેલી સવારથી જ અસહ્ય ગરમીના કારણે લોકો અકળાયા હતા. જો કે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ 5 વાગ્યા પછી અચાનક વરસાદ તુટી પડ્યો હતો.
વરસાદને કારણે ગીરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ નયનરમ્ય નજારો જોવા લોકો ગીરનાર તળેટીએ પહોંચ્યા છે. જિલ્લાના વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડતા સોકોને ગરમીથી રાહત મળી. તો શહેરના રસ્તાઓ પર વહેતી નદી જેવા વરસાદી પાણી વહેતા થયા.
વલસાડ જિલ્લામાં સર્વત્ર મેંઘ મહેર
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં સવારથી સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ખાબક્યો છે, જ્યારે પારડી, વલસાડ,અને વાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ અંડર પાસ બંધ થઇ ગયા છે. તો બીજી તરફ વાપી અને પારડીમાં વરસાદી પાણી ભરાતા અંડર પાસ અને હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.
વલસાડ- 3.24 ઇંચ
પારડી- 2.92 ઇંચ
ઉમરગામ- 3.84
ધરમપુર- 1 ઇંચ
વાપી-3.32 ઇંચ
કપરાડા-1.32 ઇચ
વલસાડ ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા તો અંડર પાસ થયા બંધ
તો ઉમરગામ ના રસ્તા ઓ પર ભરાયા પાણી તો અંડર પાસ માં પાણી ભરાયા
તો વાપી અને પારડી માં પણ વરસાદી પાણી ભરાયા
અંડર પાસ તેમજ હાઇવે પર પાણી ભરાયા
ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ
બપોર બાદ પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભિલોડા,ધોલવાણી,ખુમાપુર,માકરોડામાં વરસાદ
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે