ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારત ટોપ 5માં, ગુજરાતમાં થાય છે મબલક ઝેરી શાકભાજી
ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારતનો પ્રથમ પાંચમા સમાવેશ થયો છે. ભારત સહિતના પાંચ દેશો ગંદા પાણીથી ખેતી કરવામાં અગ્રીમ સ્થાને છે. 'એન્વાયરમેન્ટ રિસર્ચ' પત્રિકામાં આ સર્વે પ્રકાશિત થયો છે. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, મેક્સિકો અને ઈરાનો પ્રથમ પાંચ દેશોમાં સમાવેશ થયો છે. હવે અમદાવાદ મહાનગર પણ ધીમે-ધીમે દુષિત પાણીથી શાકભાજીની ખેતી અને પકવ્યા બાદ વેપાર પણ થઈ રહ્યો છે.
Trending Photos
અમિત રાજપુત/અમદાવાદ: ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારતનો પ્રથમ પાંચમા સમાવેશ થયો છે. ભારત સહિતના પાંચ દેશો ગંદા પાણીથી ખેતી કરવામાં અગ્રીમ સ્થાને છે. 'એન્વાયરમેન્ટ રિસર્ચ' પત્રિકામાં આ સર્વે પ્રકાશિત થયો છે. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, મેક્સિકો અને ઈરાનો પ્રથમ પાંચ દેશોમાં સમાવેશ થયો છે. હવે અમદાવાદ મહાનગર પણ ધીમે-ધીમે દુષિત પાણીથી શાકભાજીની ખેતી અને પકવ્યા બાદ વેપાર પણ થઈ રહ્યો છે.
ગટરના ગંદા પાણીની દુર્ગંધથી માથુ ફાટી જાય તેવા પાણીથી અમદાવાદમાં કેટલાક ખેડૂતો ખેતી કરી ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. અમદાવાદનાં છેવાડે આવેલા ત્રિકમપુરા પાટિયા પાસે બરોડા એક્સપ્રેસ વે પાસે ખારીકટ કેનાલનાં કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવામાં આવી રહી છે. ગંદા પાણીથી ખેતી કરવાથી લાખો લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉત્પન્ન થાય છે.
સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં ગંદા પાણીથી થઈ રહેલી ખેતીનું પ્રમાણ વધતું જાય છે. ખેડૂતો ગટરના પાણીમાં પરવેલ, તુરીયા, ભીંડી, રીંગણા, ટામેટા, કાકરી જેવા શાકભાજીની ખેતી કરે છે. ગટરના પાણીને સ્વચ્છ કર્યા વગર જ તેનો સિંચાઈ માટે થઈ રહેલો ઉપયોગ ખતરારૃપ છે. ખેડૂતો કહે છે કે, ખેતી માટે પાણીની વ્યવસ્થા નથી એટલે ગંદા પાણીથી ખેતી કરવી પડે છે.
વધુ પાણીની જરૂર પડતી હોય તેવા શાકભાજી અને ફળો માટે પણ ગંદા પાણીથી સિંચાઈ થતી હોવાનું સામે આવ્યું છે. શાકભાજીનાં વિક્રેતાઓ પણ માને છે કે, ગંદા પાણીમાં પાકને પોષણ કરતા તત્ત્વો વધારે હોવાની માન્યતાથી પ્રેરાઈને પણ ખેડૂતો ગંદા પાણીનો ઉપયોગ વધુ કરે છે. મોટાભાગે ખેડૂતોને ગંદા પાણીથી સિંચાઈ કરવાના કારણે નાગરીકોને ઝેર ભેંટમાં આપી રહ્યા છે.
ગટરના પાણીને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા વગર વાપરવામાં આવે તો તેમાં રહેલા નુકશાનકારક બેક્ટેરિયા અને પોષકતત્વો ગટરમાંથી માઇગ્રેડ થાય અને તેના કારણે ગટરના પાણીથી ઉગારેલા શાકભાજી ખાવાથી આંતરડાના રોગો થઇ શકે છે. સ્માર્ટ સિટી અમદાવાદ મહાનગરમાં ચાલી રહેલા આ મોતનાં વેપાર પર નકેલ કસવાની જરૂર વર્તાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે