ગુજરાતમાં ઘાતક કોરોનાએ જબરદસ્ત 'જમ્પ' લીધો! નવા પોઝિટીવ કેસમાં વધારો, એક્ટિવ કેસની સંખ્યા વધી
રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. બીજી બાજુ આજે 322 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી 12 લાખથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087એ પહોંચી છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના નવા 417 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. બીજી બાજુ આજે 322 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી 12 લાખથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087એ પહોંચી છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં હાલ 2087 એક્ટિવ કેસ છે, જ્યારે 3 વેન્ટીલેટર પર છે અને 2084 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1273152 દર્દીઓ ડીસ્ચાર્જ લઈ ચૂક્યા છે, અને 11065 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદમાં 136 કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણામાં 46, વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 28, વડોદરા 26, સુરત 23, પાટણ 20, ભરૂચ 15, વલસાડ 14, ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે