International Women Day: કચ્છની મહિલાઓએ સમગ્ર સમાજને કઠોર કુદરતી પડકારો વચ્ચે જીવતા શીખવ્યું: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કચ્છની જે ધરતી પર તમારૂ આગમન થયું છે તે સદીઓથી નારી શક્તિ અને સામર્થ્યનું પ્રતિક રહી છે. અહીં માતા આશાપુરા સ્વયં માતૃ શક્તિના રૂપમાં બિરાજમાન છે.
Trending Photos
નવી દિલ્હી, કચ્છઃ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં ભાગ લીધો છે. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેતા પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા આપુ છું. આ અવસર પર બધા મહિલા સંતો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું તે માટે તમને બધાને અભિનંદન આપુ છું.
પીએમ મોદીએ કહ્યું કે કચ્છની જે ધરતી પર તમારૂ આગમન થયું છે તે સદીઓથી નારી શક્તિ અને સામર્થ્યનું પ્રતિક રહી છે. અહીં માતા આશાપુરા સ્વયં માતૃ શક્તિના રૂપમાં બિરાજમાન છે. અહીંની મહિલાઓએ સમાજને કઠોર પ્રાકૃતિક પડકારો વચ્ચે જીવતા શીખવાડ્યું છે અને જીતવા શીખવ્યું છે.
તેમણે કહ્યું કે, કચ્છની મહિલાઓએ પોતાના અથાક પરિશ્રમથી કચ્છની સભ્યતા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. કચ્છનો રંગ વિશેષ રૂપે અહીંના હેન્ડીક્રાફ્ટ તેનું મોટું ઉદાહરણ છે. આ કલાઓ અને આ કૌશલ્ય દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે.
Addressing a seminar recognising the contributions of women saints in our society. https://t.co/GiCtLEndVB
— Narendra Modi (@narendramodi) March 8, 2022
કાર્યક્રમમમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, પુત્ર-પુત્રીને એક સમાન માનતા સરકાર પુત્રીઓના લગ્નની ઉંમર પણ 21 વર્ષ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે દેશ સેનાઓમાં પણ પુત્રીએની મોટી ભૂમિકાઓ વધી રહી છે. સૈનિક સ્કૂલોમાં પણ પુત્રીઓના એડમિશનની શરૂઆત થઈ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, અમે માતૃત્વ અવકાશને 12 સપ્તાહથી વધારી 26 સપ્તાહ કર્યો છે. અમે વર્ક પ્લેસ પર મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે. દુષ્કર્મ જેવા અપરાધો પર ફાંસી જેવી સજાની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશની બહેન-દીકરીઓ આગળ વધી શકે છે અને તેમના સપના પૂરા કરી શકે છે. આ માટે સરકાર તેમને આર્થિક મદદ પણ કરી રહી છે. 'સ્ટેન્ડઅપ ઈન્ડિયા' હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓના નામે છે. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે મુદ્રા યોજના હેઠળ, લગભગ 70 ટકા લોન અમારી બહેનો અને પુત્રીઓને આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે