દાહોદ: જિલ્લાના સંજેલીના જંગલોમાં 20 દિવસમાં ‘50 મોરના મોત’થી ખળભળાટ
સંજેલી તાલુકાના જંગલોમાં છેલ્લા 20 દિવસમાં 50થી વધુ મોરના મોત થતા વન વિભાગ દોડતુ થયું છે. જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જંગલોમાં વસતા રાષ્ટ્રીય પક્ષી મોકના મોતને કારણે વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગત વીસ દિવસમાં આશરે 50 જેટલા મોરના મોત થયા છે. આ મોરના મોત પાછળ કોઇ બિમારી પણ હોઇ શકે છે. તેવો વન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Trending Photos
હરિન ચાલીહા/દાહોદ: સંજેલી તાલુકાના જંગલોમાં છેલ્લા 20 દિવસમાં 50થી વધુ મોરના મોત થતા વન વિભાગ દોડતુ થયું છે. જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જંગલોમાં વસતા રાષ્ટ્રીય પક્ષી મોકના મોતને કારણે વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગત વીસ દિવસમાં આશરે 50 જેટલા મોરના મોત થયા છે. આ મોરના મોત પાછળ કોઇ બિમારી પણ હોઇ શકે છે. તેવો વન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જંગલોમાં રાષ્ટ્રીય પક્ષી મોરના અગમ્ય કારણોસર મોતથી વનવિભાગ પણ દોડતું થયું છે. મૃત્યુ પામેલા અનેક મોરોના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા છે. જીવદયા પ્રેમીઓ સહિત વનવિભાગ પણ ક્યાં કારણોથી મોરોના મોત થઈ રહ્યા છે. તેની તપાસમાં લાગી ગ્યા છે.
રવિવારે પણ જંગલમાં 10 જેટલા મોરોના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા મૃત મોરોને પીએમ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સંજેલીમાં આ પ્રકારે મોરના મોત થવાનો મામલો ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લામાં રહેલા વન વિભાગ દ્વારા બીજા મોરના મૃતદેહ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે