રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા ખંડણીની વધારે એક ઘટના સામે આવી
Trending Photos
* રાજકોટ ભુમાફિયા અને ખંડણીની વધુ એક ઘટના સામે આવી
* અગાઉ 9 જેટલા ગુનામાં સંડોવાયેલા ભુપત બાબુતરની પોલીસે કરી ધડપકડ
* 70 લાખની ખંડણીમાં પોલીસે કરી ધરપકડ
રક્ષીત પંડ્યા/રાજકોટ : શહેરમાં અવારનવાર વ્યાજખોરી અને ભુમાફિયાઓની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં ભુપત બાબુતર નામના પુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ભુપત બાબુતર ભરવાડ અગાઉ રાયોટિંગ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 9 જેટલા ગુનામાં પોલીસ ચુક્યો છે. જેણે વધુ એક વખત પોતાના લક્ષણ જળકાવ્યા છે. ધવલ મીરાણી નામના સક્ષ પાસેથી જમીનના સોદામાં ભાગ આપવાની ધમકી આપી 2017 થી અત્યાર સુધીમાં 70 લાખ બળજબરીથી પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે ભુપત બાબુતરની ધરપકડ કરી છે. જ્યારે ગુનામાં તેનો ભાગીદાર રાકેશ પોપટની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો વર્ષ 2017માં પોતે કુવાડવા રોડ પર ફરિયાદી ધવલ મીરાણીએ જમીનનો પ્લોટ ખરીદ કર્યો હતો. જમીન ખરીદ કર્યાની જાણ થતાં ભૂપત બાબુતરે ધવલભાઇને રણછોડવાડી મેઇન રોડ પર આવેલી રાકેશ પોપટની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં જતા જ ધવલભાઇને બંને શખ્સ ઓફિસની ઉપર આવેલા ફ્લેટમાં લઇ ગયા હતા. ત્યાં ‘તે પ્લોટ ખરીદ કર્યો તેનાથી અમને રૂ.2 કરોડનું નુકસાન થયું છે. તેમ કહી ગાળો ભાંડી મારકૂટ કરી નુકસાની પેટેના રૂ.50 લાખ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. મુકેશ પટેલના નામે ભૂપતે ફોર્ચ્યુનર કાર ખરીદ કરાવી હતી.
દર મહિને રૂ.73 હજારનો હપ્તો ધવલભાઇને ભરવા માટે મજબૂર કર્યા હતા, ત્યારબાદ ધવલભાઇએ જયંતીભાઇ પટેલનું રૂ.1 કરોડની કિંમતનું મકાન ખરીદ કર્યું હતું. તેમાં બંને શખ્સે 25 ટકા ભાગીદારીમાં રહ્યા હતા અને સાત મહિના બાદ ભાગીદારી છૂટી કરી બંનેએ રૂ.25 લાખની સામે રૂ.45 લાખ પડાવ્યા હતા. રાજકોટમાં અવારનવાર ભુમાફિયાઓની અને ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પોલીસે અપીલ કરી છે. આ પ્રકારની ઘટનાઓમાં લોકો સામે આવી પોલીસને જાણ કરે જેથી વધુમાં વધુ આવા પુખ્યાત શખ્સો ની સામે પોલીસ કાર્યવાહી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે