રાજકોટમાં વિધવા બહેન પર સગા ભાઇએ જ 16 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ,આરોપીની ધરપકડ

 શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા એક વ્યક્તિએ પોતાની જ સગી વિધવા બહેન પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ હોવાની કલંકિત ઘટના સામે આવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી ભુપત નાનજીભાઇ ધોળકીયા છેલ્લા સોળ વર્ષથી તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો. બળજબરીપૂર્વક તેના શારીરિક સંબંધ બાંધી ધાકધમકી આપતો હતો. આ સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, કોઇને જાણ કરીશ તો મારી નાખીશ. 
રાજકોટમાં વિધવા બહેન પર સગા ભાઇએ જ 16 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ,આરોપીની ધરપકડ

રાજકોટ :  શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા એક વ્યક્તિએ પોતાની જ સગી વિધવા બહેન પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ હોવાની કલંકિત ઘટના સામે આવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી ભુપત નાનજીભાઇ ધોળકીયા છેલ્લા સોળ વર્ષથી તેની ઉપર બળાત્કાર ગુજારતો હતો. બળજબરીપૂર્વક તેના શારીરિક સંબંધ બાંધી ધાકધમકી આપતો હતો. આ સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, કોઇને જાણ કરીશ તો મારી નાખીશ. 

આ અંગે પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે આ મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 376,506(2),323 અનુસાર ગુનો નોંધીને આ અંગે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કળીયુગમાં એક પછી એક તબક્કાવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જે સમાજ માટે ખુબ જ આંચકાજનક બાબતો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news