GUJARAT માં આટલા માણસો અને આટલા પશુઓ ઉતરાયણના દિવસે થયા ઘાયલ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી આજે શાંતિપુર્ણ માહોલમાં થઇ હતી. જો કે અનેક પશુ પક્ષીઓ ઘાયલ થયા હતા. ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી 108 ઇમરજન્સી સેવા માટે સાંજે 6 વાગ્યા સુધી 2639 કોલ આવ્યા હતા. જે ગત્ત વર્ષની તુલનાએ આ કોલ વધારે હતા. ગતવર્ષ કરતા આ વર્ષે 400 જેટલા કોલ વધુ આવ્યા હતા. ગાળામાં દોરી વાગવાના કારણે 224 જેટલા કોલ 108 ઇમરજન્સી સેવા માટે નોંધાયા હતા.
દોરી વાગ્યાના 108 ઇમરજન્સી સેવાને સૌથી વધુ અમદાવાદમાં 62, વડોદરામાં 26, રાજકોટમાં 25 અને સુરતમાં 24 કોલ આવ્યા, આ સિવાય અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કોલ નોંધાયા હતા. ઉત્તરાયણના દિવસે 1962 હેલ્પલાઇન નંબર પર 1372 કોલ નોંધાયા હતા. અત્રે નોંધનીય છે કે, 1962 એનિમલ હેલ્પલાઇન છે.
અમદાવાદમાંથી સૌથી વધુ 208 કેસ પશુ અને પક્ષીઓ ઘાયલ થયાના આવ્યા, અમદાવાદમાં 76 પશુઓ અને 132 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સુરતમાં 187, વડોદરામાં 90, રાજકોટમાં 84, ભાવનગરમાં 74, ગાંધીનગરમાંથી 66 કોલ પશુ અને પક્ષીઓના રેસ્ક્યુ માટે આવ્યા હતા. પશુઓમાં સૌથી વધુ શ્વાનના 491 કેસ, જ્યારે ઢોર માટે 210 કેસ નોંધાયા હતા. પક્ષીઓ માટે 1962 હેલ્પલાઈન પર સૌથી વધુ 502 કેસ કબૂતર માટે આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે