અમદાવાદમાં જેનું નામ લેતા પહેલા પણ વિચારવું પડે તેવા ગુંડાની આખી બિલ્ડિંગ આ પોલીસ અધિકારીઓએ ધ્વસ્ત કરી
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : કુખ્યાત નઝીર વોરાના સામ્રાજ્ય પર આજે કોર્પોરેશન વિભાગ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. નઝીર વોરાએ શખ્સ છે કે, જેની સામે અત્યાર સુધીમાં 20થી વધુ ગુના નોંધાયા છે. ખંડણી મારામારી હત્યાની કોશિશ હથિયાર અને જમીન પચાવી પાડવા જેવા અનેક ગુના વેજલપુર પોલીસ સ્ટેશન તથા અન્ય જગ્યાઓ પર નોંધાયા છે. તેનું ન માત્ર સામાજિક પણ આર્થિક સામ્રાજ્ય તોડી પાડવા માટે પોલીસ આગળ આવી છે.
નઝીર વોરાના સામ્રાજ્યને પતાવી દેવા માટે થઈ નવ નિયુક્ત ડીસીપી પ્રેમસુખ ડેલુંએ શરૂઆત કરી છે. સૌ પ્રથમ નઝીર વોરાએ જે વીજ ચોરી કરી. જે વીજળી વાપરતો હતો તેની ઉપર કાર્યવાહી કરી તેમને નઝીર ફરાર થઈ ગયો. ત્યાર બાદ હવે લોકોની પચાવી પાડેલી મિલકતો પર પોતાનું ઉભું કરેલું સ્ટ્રક્ચર તોડી પડાયું. એ.એમ.સી (AMC) ની સાથે મળી આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. આશરે 27 જેટલી દુકાનો સાથેનું કોમ્પ્લેક્સ અને અન્ય જે જગ્યા બનાવી હતી તેની પર વહેલી સવારથી બુલડોઝર ફેરવવામાં આવ્યું.
જો કે કોઈ બનાવ ન બને અને તેના વિસ્તારમાં ધાક હોવાથી અન્ય કોઈ લોકો વિરોધ ન કરે તે માટે ઝોન 7 dcp પ્રેમસુખ ડેલું એસીપી એન ડિવિઝન વી જી પટેલ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્પેકટર બી બી ગોયલ વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્પેકટર એમ એમ સોલંકી વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્પેકટર એલ ડી ઓડેદરા અને આનંદનાગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ જે બલોચ સહીત ના psi અને પોલીસ કર્મચારી સહિતની પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે