જમવા જેવી સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કરી હત્યા નિપજાવી

ક્યારેક નાની બાબતે લોકો ઉગ્ર બનીને મોટી ઘટનાને અંજામ આપી ચુકે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં ભોજન બાબતે એક મિત્રએ બીજા મિત્રની હત્યા નિપજાવી છે. 

જમવા જેવી સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કરી હત્યા નિપજાવી

હાર્દિક દીક્ષિત, વડોદરાઃ ક્યારેક નાની બાબતે લોકો ઉગ્ર બનીને મોટી ઘટનાને અંજામ આપી ચુકે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં ભોજન બાબતે એક મિત્રએ બીજા મિત્રની હત્યા નિપજાવી છે. વડોદરાના કરચીયા ગામની રાજસ્થાન કોલોની વિસ્તારમાં રહેતો ઓમપ્રકાશ થાનસિંગ લોંધી(મૂળ મધ્યપ્રદેશ) જે રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ગત શનિવારના રોજ ઓમપ્રકાશ પોતાના રૂમ પર પહોંચ્યો હતો. ત્યારે તેની સાથે રૂમમાં રહેતો સેતાન સિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્ર જમવા બેઠા હતા. જોકે તેઓ જમી લેતા ઓમપ્રકાશ માટે બે જ રોટલીઓ બચી હતી. જેથી મિત્ર ઓમપ્રકાશને રોટલી ઓછી પડશે તેમ વિચારી સેતાનસિંગ બાજૂના રૂમમાંથી બે રોટલીની વ્યવસ્થા કરી લાવ્યો હતો. 

બીજા દિવસે રવિવાર હોવાથી તમામ સાથી મિત્રો પોતાના રૂમ પર હાજર હતા. તેવામાં સાંજના સમયે ધર્મેન્દ્ર સિંગે સેતાન સિંગને કહ્યુ કે, તુ રૂમ નંબર 46 અને 47 માં રહેતા લોકો પાસેથી રોટલી કેમ લાવ્યો હતો. હવે તેઓ રોટલીના બદલામાં પાંચ કિલો લોટ માંગી રહ્યાં છે. જેથી બન્ને બાજૂના રૂમમાં રહેતા લોકો પાસે પહોંચ્યાં હતા. જ્યાં બોલાચાલી થતા પાડોશીઓએ તેમને છુટ્ટા પાડ્યા હતા. 

તાપીવાસીઓને લાગે છે કે કોરોના અસ્તિત્વમાં જ નથી, લગ્નમાં ભીડનો વધુ એક વીડિયો વાયરલ થયો

આજ બાબતે ધર્મેન્દ્રસિંગ અને સેતાનસિંગ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેવામાં ધર્મેન્દ્રસિંગ ચપ્પુ લઇ આવ્યો અને સેતાનસિંગ પર હુમલો કરી દીધો હતો. ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગ ઉપર ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઈજા પોહચી હતી. તેના અન્ય મિત્રો દ્વારા ઘાયલ સેતાનસિંગને બાઈક ઉપર બેસાડી તાત્કાલિક સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરોએ 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 

નજીવી બાબતે મિત્ર સેતાનસિંગ ઉપર જીવલેણ હુમલો કરી આરોપી મિત્ર ધર્મેન્દ્રસિંગ લોંધી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધર્મેન્દ્રસિંગ લોંધી જીવલેણ હુમલો કરી કરચિયાથી છાણી સ્થિત છાયાપુરી રેલવે સ્ટેશન પોહચી ગયો હતો. ત્યાંથી ટ્રેનમાં બેસી ગોધરા પહોંચી ગયો હતો. જવાહરનગર પોલીસ દ્વારા આરોપીનો પીછો કરતા ગણતરીના કલાકોમાં ગોધરા રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news