ગુજરાતની કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા, જાણો ઋષિકેશ પટેલે શું આપી સૂચના?

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતની કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા, જાણો ઋષિકેશ પટેલે શું આપી સૂચના?

બ્રિજેશ દોશી/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આજની કેબિનેટની બેઠકમાં ચીનમાં સતત વધી રહેલા કોરોના મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના અપાઈ હતી. આજની કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. 

આગામી 5 વર્ષના રોડ મેપ અંગે પણ ચર્ચા
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં તમામ વિભાગોની ચર્ચા થઈ છે. જેમાં આગામી 5 વર્ષના રોડ મેપ અંગે પણ ચર્ચા થઈ છે. 100 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ તથા 5 વર્ષ માં. ક્યાં કઈ જવું છે એની બ્લુ પ્રિન્ટ નક્કી કરાઈ છે. 

તમામ સ્કૂલ કોલેજમાં સફાઈ અભિયાન
રાજ્યપાલ દ્વારા ગુજરાત વિદ્યાપીઠના સફાઇ અભિયાન કરાયું છે એ જ રીતે તમામ સ્કૂલ કોલેજમાં સફાઈ અભિયાન કરવામાં આવશે. જેની માટે નોડલ અધિકારિયોની નિમણૂંક કરવામાં આવી છે.

PMJAY હેઠળ 5 લાખની સહાય વધારીને 10 લાખ કરવા ચર્ચા
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં PMJAY હેઠળ 5 લાખની સહાય વધારીને 10 લાખ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. એટલું જ નહીં, દેવભૂમિ દ્વારકા કોરિડોર અંગે પણ ચર્ચા થઈ છે. ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી મૂર્તિ બનાવાશે. દ્વારકાનો ઈતિહાસ બનાવતો 3D શો પણ થશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સચિવોની સમિતિ બનાવી છે. જે આ કોરિડોરનો ફેઝ 1 અમલી બને તે માટે રિપોર્ટ તૈયાર કરશે.

એક જ કાર્ડથી પરિવારને તમામ યોજનાનો લાભ
ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ફેમિલી કાર્ડ ઝડપથી અમલી બને તે માટે નિર્ણય કરાયો છે. એક જ કાર્ડથી પરિવારને તમામ યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરાો છે. લોકોની ફરિયાદોનો ઝડપથી ઉકેલ લાવવા લોકસંપર્ક અભિયાન ચલાવવા આદેશ અપાયો છે.

50 હજાર યુવાનોને નવા કૌશલ્ય માટે તાલીમ
ઋષિકેશ પટેલે 50 હજાર યુવાનોને નવા કૌશલ્ય માટે સુસજ્જ કરવા તાલીમ આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં 417 કરોડની વ્યાજ સહાય ચૂકવશે. 

કોરોના અંગે ચર્ચા
ઋષિકેશ પટેલે આજની બેઠકમાં કોરોના અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેના પર ભાર મુકાયો હતો. તેમણે કહ્યું કે, આપણે 3 લહેર જોઈ ચૂક્યા છીએ. પીએમ મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશે કોરોના સામે સફળ લડત આપી છે. વિદેશોમાં BF.7 વેરીએંટ એક્ટિવ છે, ત્યારે આપણે સજાગતા રાખવી જરૂરી છે. ટેસ્ટ, ટ્રેસ એન્ડ ટ્રેકનો અમલ કરી રહ્યા છીએ. ગત વખતની તૈયારીઓના આધારે આ વખતે પણ તૈયારી કરી છે. કેટલા બેડ, ઓક્સિજન પ્લાન્ટ જોઈએ એની સમીક્ષા કરી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ covid પ્રોટોકોલની વાત કરી
આગામી કાર્યક્રમો અંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ covid પ્રોટોકોલની વાત કરી છે. એનું પાલન આપણે તમામે કરવાનું છે. આપણાં જે પણ કાર્યક્રમ થશે તેમાં આ પ્રોટોકોલ માટે સુચના આપી છે. હાલ સાવચેતી રાખવાની જરૂર છે. જરૂર પડશે તો સરકાર આ અંગે નિર્ણય લેશે. કેન્દ્ર સરકાર આ અંગે જે ગાઈડ લાઈન જાહેર કરશે તેનું પાલન થશે. કોરોના ગાઈડ લાઈન અંગે હજુ રાજ્ય સરકાર અવઢવમાં છે. કોઈ ચોક્કસ નિર્ણય લેવા અંગે રાજ્ય સરકારની થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ સરકાર આગામી નિર્ણય લેશે. કેન્દ્રની ગાઈડલાઈનનો હવાલો આપી આરોગ્ય મંત્રીએ છટકબારી શોધી. તમામ મુદ્દાઓ કેન્દ્ર સરકાર પર છોડ્યા છે. કેબિનેટની બેઠક બાદ આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય મંત્રીએ ઓક્સિજન, બેડ, દવાઓની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. 

કેટલાક દેશોમાં કોરોનાએ ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને  કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news