Indian Railways: ભૂલથી પણ ટ્રેનમાં ન લઈ જતા આ વસ્તુઓ, નહીં તો લાત મારીને કાઢશે, થવું પડશે જેલભેગા!

Indian Railways: તમે બધાએ ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં 5 વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો તમે આ વસ્તુઓ લઈને પકડાઈ જાઓ છો, તો પહેલાં તો પોલીસ ત્યાં જ તમારી ધોલાઈ કરી શકે છે અને તમે સીધા જેલમાં જઈ શકો છો. ચાલો જાણીએ કઈ છે તે 4 વસ્તુઓ.

Indian Railways: ભૂલથી પણ ટ્રેનમાં ન લઈ જતા આ વસ્તુઓ, નહીં તો લાત મારીને કાઢશે, થવું પડશે જેલભેગા!

Indian Railways Interesting Facts: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, આપણે ઘણીવાર બસ અને ફ્લાઈટ્સ કરતાં વધુ સામાન લઈ જઈએ છીએ. જો કે, જો તમારો સામાન વધારે દેખાય છે, તો TTE તમારા પર દંડ પણ લાદી શકે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે 4 વસ્તુઓ સાથે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો TTE ચેકિંગ દરમિયાન આ વસ્તુઓ તમારી પાસેથી ઝડપાય તો તમે સીધા જેલભેગા થઈ શકો છો. અને મસમોટો દંડ પણ તમારી પાસેથી વસુલવામાં આવશે. આવો જાણીએ કઈ છે તે 4 વસ્તુઓ, જેને આપણે ક્યારેય ટ્રેનમાં લઈને ના જવા જોઈએ.

તેજાબ (એસિડ): (Acid)
ટ્રેન (ભારતીય રેલ્વે)માં એસિડની બોટલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ મુસાફર આવું કરતો પકડાય છે તો તેની રેલ્વે એક્ટની કલમ 164 હેઠળ તુરંત ધરપકડ થઈ શકે છે. આ કલમ હેઠળ એસિડની બોટલ સાથે રાખવા બદલ તમને 1000 રૂપિયાનો દંડ અથવા 3 વર્ષની જેલ થઈ શકે છે. તો કોશિશ કરો કે તમે ટ્રેનમાં આવી ભૂલ ક્યારેય ન કરો.

સ્ટોવ અથવા ગેસ સિલિન્ડર: (Stove or Gas Cylinder)
અન્ય સ્થળોએ કામ કરતા લોકો વારંવાર ઘરે પરત ફરતી વખતે તેમના સ્ટવ અને સિલિન્ડર સાથે લઈ જાય છે. રેલ્વે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈને લાગે છે કે આવું કરવું તેના માટે મજબૂરી છે, તો રેલવેની પૂર્વ પરવાનગી લીધા પછી જ ખાલી સિલિન્ડર લઈ શકાય છે. ભરેલ સિલિન્ડર મળી આવે તો જેલ અને કડક દંડનો સામનો કરવો પડી શકે છે.

ફટાકડા: (Crackers)
ટ્રેનોમાં (ભારતીય રેલ્વે) ફટાકડા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ફટાકડાના વિસ્ફોટથી ટ્રેનમાં આગ અને જાનહાનિ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં ફટાકડા લઈને ફરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. તેને ભારે દંડ તેમજ જેલની સજા થઈ શકે છે. તેથી, તમારે પણ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને ટ્રેનમાં ફટાકડા ન લેવા જોઈએ.

દારૂ અને નશીલા પદાર્થઃ (Wine and Drugs)
ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે પોતાની સાથે નશીલા પદાર્થ લઈ જઈ શકતા નથી. જો તમારી પાસેથી કોઈપણ પ્રકારની શરાબ એટલેકે, દારૂ પકડાશે તો તમને સજા થઈ શકે છે. આ ઉપરાંત જો તમારી પાસેથી ટ્રેનમાં ચરસ, ગાંજો, ગ્રાઉન સુગર અથવા કોઈપણ પ્રકારનું ડ્ગ્સ પકડાય તો પણ તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

હથિયારઃ (Weapons)
તમે ટ્રેનમાં (ભારતીય રેલ્વે) લાયસન્સવાળા હથિયારો સિવાય તલવાર, છરી, ભાલા, કટારી, રાઈફલ કે અન્ય કોઈ ઘાતક હથિયાર લઈ જઈ શકતા નથી. આમ કરવાથી, તમારી સામે રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ કરી શકાય છે. જેના માટે તમારે નુકસાન સહન કરવું પડશે. આવી સ્થિતિમાં, તમે આવા હથિયારોથી અંતર રાખીને મુસાફરી કરો તો સારું રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news