રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ખેલ મહાકુંભ માટે ફરી ચાલુ કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલમહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈ ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનું આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના ખેલ મહાકુભમા અમુક રમતવીરોને હજુ રજીસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીએ યુવાઓના વિશાળ હિતમાં આ મહતાવનો નિર્ણય કર્યો છે. તદ્ અનુસાર રમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે.
અન્ય સમાચારો અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે