રક્ષાબંધન પર્વે ભાઈઓને ભેટ: મહિલાઓ સહિત પુરુષોને સિટી બસ સેવાની મુસાફરી ફ્રી

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલના અનુરોધને પગલે શહેરમાં સિટી બસ સેવાનું સંચાલન કરતી એજન્સી દ્વારા તમામ મુસાફરો માટે ગુરુવારે એક દિવસમાં સીટી બસમાં મુસાફરી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે.

રક્ષાબંધન પર્વે ભાઈઓને ભેટ: મહિલાઓ સહિત પુરુષોને સિટી બસ સેવાની મુસાફરી ફ્રી

મહેસાણા: રક્ષાબંધનના તહેવારને લઈને મહેસાણા નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા નગરપાલિકાની રક્ષાબંધનને લઈ ભાઈઓ માટે ભેટ આપવામાં આવી છે. મહેસાણા શહેરમાં આજે પુરુષો પણ સીટી બસમાં મફત મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, તમામ શહેરીજનો આજે સીટી બસમાં મફત મુસાફરી કરી શકશે. મહેસાણા નગરપાલિકાએ સીટી બસ એજન્સી સાથે ચર્ચા આ નિર્ણય લીધો છે.

આજે ભાઈ-બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલના અનુરોધને પગલે શહેરમાં સિટી બસ સેવાનું સંચાલન કરતી એજન્સી દ્વારા તમામ મુસાફરો માટે ગુરુવારે એક દિવસમાં સીટી બસમાં મુસાફરી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો મહેસાણા નગરપાલિકાએ રક્ષાબંધન પર્વને લઈને ભાઈઓને ભેટ આપી છે. આ સુવિધાનો લાભ દરેક નાગરીક લઇ શકશે.

નોંધનીય છે કે, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા શહેરમાં ગત 5મી સપ્ટેમ્બરથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારથી મહિલાઓ માટે મુસાફરી વિનામુલ્યે રાખવામાં આવી છે અને પુરુષો માટે પણ મહત્તમ ટિકિટ દર રુ. 20 જેટલો રાખવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news