ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે.

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે

Cyclone Biparjoy Effect: બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરીને આગળ વધી ગયું છે. બીજી બાજુ ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે અને ભારે પ્રમાણમાં તબાહી મચાવી છે, ત્યારે રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. 

હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news