રોજ પીઓ એક નારિયેળ પાણી, ફાયદા છે અગણિત

નિયમિત રીતે નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા થાય છે

રોજ પીઓ એક નારિયેળ પાણી, ફાયદા છે અગણિત

નવી દિલ્હી : નિયમિત રીતે નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા થાય છે. જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો તો આખો દિવસ ઉર્જાનો અહેસાસ થાય છે અને ડિહાઇડ્રેશનથી બચી શકો છો. કેટલાક લોકો નારિયેળ પાણીનો ઉપયોગ સૌદર્યને નિખારવા માટે કરી શકે છે. નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે. દરેક નારિયેળમાં 200 મિલીલિટર કે એનાથી થોડું વધારે પાણી હોય છે. આ એક લો કેલરી ડ્રિન્ક પણ છે. નારિયેળ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ, બી કોમ્પ્લેક્સ વિટામીન તેમજ વિટામીન સીના ફાયદા મળે છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે. 

નારિયેળ પાણી તમારી ઉર્જા જાળવી રાખે છે અને પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરીરમાં પાણી ઓછું નથી થતું. સવારે કસરત કર્યા પછી નારિયેળ પાણી પીવાથી લાભ થાય છે. આમાં બહુ ઓછી કેલરી હોય છે અને એ વજન ઘટાડવામાં સહાયક છે. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે જે કોલેસ્ટ્રેરોલના પાચનમાં મદદ કરે છે. નારિયેલ પાણીથી પેટ ભરાઈ જાય છે અને ભુખ ઓછી લાગે છે. 

નારિયેળ પાણીનો ઉપયોગ હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં થાય છે અને માઇગ્રેનથી પણ રાહત મળે છે. સામાન્ય રીતે માઇગ્રેન સાથે સંકળાયેલી સમસ્યા ડિહાઇડ્રેશનના કારણે થાય છે. નારિયેળ પાણીમાં મેગ્નેશિયમનું પુરતું પ્રમાણ હોય છે જેના કારણે માઇગ્રેનની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય હેંગઓવરમાંથી છૂટકારો મેળવવા માટે નારિયેળ પાણી એક સારું માધ્યમ સાબિત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news