MPમાં અમારી સરકાર બની તો ખેડૂતોની લોન 10 દિવસમાં માફ કરી દઇશું: રાહુલ ગાંધી

જો કે રાહુલ ગાંધીએ હંમેશાની જેમ કેટલાક હાસ્યાસ્પદ નિવેદન આપ્યા જેમાં દરેક ખેતર બહાર ફૂડપ્રોસેસિંગ યુનિટ અને બેંકમાં ચેક જમા કરાવવા સામે લાંચ મંગાય છે

MPમાં અમારી સરકાર બની તો ખેડૂતોની લોન 10 દિવસમાં માફ કરી દઇશું: રાહુલ ગાંધી

મંદસોર : મંદસૌરની પિપલિયા માર્કેટમાં ખેડૂતો પર પોલીસ ગોળીબારને એક વર્ષ પુર્ણ થવા પ્રસંગે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત સમૃદ્ધી સંકલ્પ રેલીનું સંબોધન કરતા કહ્યું કે, જો પ્રદેશમાં અમારી સરકાર બની તો ખેડૂતોને 10 દિવસની અંદર ન્યાય મળશે. અમે તેનું દેવુ માફ કરીશું. રાહુલની રેલીમાં ભાગ લેવા માટે સમગ્ર દેશનાં ખેડૂતો જિલ્લાનાં પિપલિયા માર્કેટમાં એકત્ર થયા છે. ખેડૂતોને સંબોધિત કરતા પહેલારાહુલે શહિદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. 
રાહુલે ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે, જો પ્રદેશમાં અમારી સરકાર બની તો 10 દિવસની અંદર દેવું માફ કરી દઇશું. રાહુલની રેલીમાં જોડાવા માટે સમગ્ર દેશનાં ખેડૂતો પિપલિયા માર્કેટમાં એકત્ર થયા છે. ખેડૂતોની આ રેલીને રાહુલ ગાંધીને 'કિસાન સમૃદ્ધી શ્રદ્ધાંજલી સભા' નામ આપ્યું છે. 
રાહુલનાં સંબંધોની ખાસ વાતો
- ભારતનાં બજારોમાં મેડ ઇન ચાઇનાની ભરમાર છે. નરેન્દ્ર મોદીનાં હાથમાં જે ફોન છે તે પણ મેડ ઇન ચાઇના છે. બીજી તરફ ચાઇના જે ડોકલામમાં ઘૂસે છે અને દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે  ત્યારે મોદીનાં મોઢામાંથી એક શબ્દ પણ નથી નિકળતો.
- મોદી સરકારે કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે. પંદર લાખ રૂપિયા અને બે કરોડનું વચન કર્યું હતું, જો કે આજે એક પણ વચન પુરૂ નથી કરવામાં આવ્યું. પંદર લાખ છોડો આ રેલીમાં કોઇ યુવાનને મોદીએ 5 રૂપિયા પણ આપ્યા હોય એવો નહી હોય?
- આજ સુધી ખેડૂત જ્યારે શાકભાજીમાં જા છે તો તેને અનાજનાં બદલે ચેક મળે છે. જ્યારે તેઓ ચેક લઇને બેંકમાં જાય છે તો તેમની પાસે લાંચ માંગવામાં આવે છે. પરંતુ કોંગ્રેસની સરકાર આવ્યા બાદ ખેડૂતોને માર્કેટમાંથી જ પૈસા આપવામાં આવશે. જેથી 15 ટકા તો બેંકમાં દલાલી સ્વરૂપે જતા બચશે. 
- કોંગ્રેસની સરકાર આવ્યા બાદ પ્રદેશનાં દરેક જિલ્લાનાં ખેતરોની બહાર ફૂટ પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવીશું. સમગ્ર મધ્યપ્રદેશમાં ખેડૂતોનાં હિતો માટે ફૂડ ચેઇન બનાવીશું. 
- નરેન્દ્ર મોદી તો મેહુલ ચોક્સીને મેહુલભાઇ કહે છે. નરીવ ભાઇ નીરવ ભાઇ અને મેહુલ ભાઇને મોદી સાહેબે આપેલા 30 હજાર કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયા.
- જેટલા પૈસા નીરવ મોદી દેશનાં લઇને ભાગી ગયો છે, તેટલામાં તો દેશનાં ખેડૂતોનું બે વખત દેવુ માફ થઇ શકે. 
- આજે દેશમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતી છે જ્યારે તેનાં પ્રતાપે જ આખો દેશ ખાય પીવે છે. એક ખેડૂતની હેસિયત કોઇ ઉદ્યોગપતિથી કમ નથી. 
- 1200 ખેડૂતોએ મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરી છે. એક બાદ એક મંદસૌરનાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. શું હિન્દુસ્તાનનાં સૌથી અમીર લોકો પર લાખો કરોડ રૂપિયાનું એનપીએ છે. તેમણે ક્યારે પણ આત્મહત્યા કરી ? 
- મધ્યપ્રદેશનાં ખેડૂતો એક પછી એક આત્મહત્યા કરી રહયા છે, પરંતુ સરકારનું ધ્યાન આ તરફ બિલ્કુલ નથી જઇ રહ્યું. 
- રાજ્યની સત્તામાં જો યુપીએ સરકાર આવે છે તો ખેડૂતોને 10 દિવસમાં ન્યાય મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news