અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી

દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે 13 રાજ્યો માટે એલર્ટ આપ્યુ છે જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાનમાં એલર્ટ અપાયું છે. 

અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે 13 રાજ્યો માટે એલર્ટ આપ્યુ છે જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાનમાં એલર્ટ અપાયું છે. ગુજરાતમાં દક્ષિણ અને  સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ મુંબઈમાં ભારે વરસાદની સિસ્ટમ હજી સક્રીય રહેશે. 

ગુજરાતભરમાં આગામી પાંચ દિવસમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતના લગભગ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી છે. હજુ પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધાર્યા પ્રમાણે વરસાદ પડ્યો નથી. ખેડૂતો વરસાદની મીડ માંડીને રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.
વરસાદની આગાહી

અમદાવાદમાં મધરાતથી હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અમદાવાદ શહેરના શ્યામલ, જીવરાજ, શિવરંજની, પ્રહલાદનગર, બોપલ, ઘુમા, ઈસ્કોન, ગોતા, બાપુનગર, નરોડા, કાલુપુર, શાહપુર, રાયપુર, ખાડિયા, ઈસનપુરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. 

તો આ તરફ વસલાડ જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. તો ઉમરગામમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે બસ ડેપો અને પોસ્ટ ઓફિસ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉમરગામમાં મૂશળધાર વરસાદના પાણી હજુ ઓસર્યા નથી ત્યારે ફરી મેઘરાજાએ રમઝટ બોલાવતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. વલસાડમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 10 મિમી,પારડીમાં 2 મિમી,વાપીમાં 12 મિમી,ઉમરગામમાં 5 ઈંચ,ધરમપુરમાં 3 મિમી અને કપરાડામાં 13 મિમી વરસાદ નોંધાયો હતો. 

ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે. સુત્રાપાડામાં 8 અને કોડીનારમાં 7 ઈંચ વરસાદ, ગીર ગઢડા અને વેરાવળમાં 3 ઈંચ વરસાદ, ઉનામાં 2 અને તાલાલામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news