જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો પકડવા પોલીસ ડ્રાઈવ યોજી રહી છે. તેવામાં બાપુનગર પોલીસને બનાવટી પાન મસાલા બનાવતી એક ફેક્ટરી પર રેડ કરી સંખ્યાબંધ પાન મસાલાનો જથ્થો ઝડપી પાડયો છે. અંદાજિત દોઢ લાખથી વધુનો મુદ્દામાં કબજે કરી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે સંતોષ એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં બનાવટી પાન મસાલા બનાવવામાં આવતા હતા. જેની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે દરોડા પાડતા મોટા પ્રમાણમાં નકલી પાન મસાલા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. 
જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો પકડવા પોલીસ ડ્રાઈવ યોજી રહી છે. તેવામાં બાપુનગર પોલીસને બનાવટી પાન મસાલા બનાવતી એક ફેક્ટરી પર રેડ કરી સંખ્યાબંધ પાન મસાલાનો જથ્થો ઝડપી પાડયો છે. અંદાજિત દોઢ લાખથી વધુનો મુદ્દામાં કબજે કરી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે સંતોષ એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં બનાવટી પાન મસાલા બનાવવામાં આવતા હતા. જેની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે દરોડા પાડતા મોટા પ્રમાણમાં નકલી પાન મસાલા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. 

છેલ્લા દોઢેક વરસથી વિમલ કંપનીની પાન મસાલા બનાવટી રીતે મિક્સ કરી બજારમાં વેચવામાં આવતી હતી. ત્યારે સવાલ એ થાય છે કે નશાના સામાન પણ મિલાવટ કરતી ટોળકી કેમિકલના ઝેરથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હશે ? આ ઉપરાંત દોઢ વર્ષ જેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હોવા છતા પોલીસને ગંધ સુદ્ધા ન આવી? જેના કારણે પોલીસની સતર્કતા અને કાર્યવાહી સામે પણ સવાલ થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાનમસાલામાં મિલાવટ માટે ખુબ જ ઝેરી કેમિકલનો ઉપયોગ થતો હોય છે.


(વિમલ ગુટખામાં મિક્સિંગ કરવાનું મશીન ઝડપાયું)

નિષ્ણાંતોના અનુસાર સામાન્ય રીતે પાન મસાલા તો નુકસાન કરતા જ હોય છે પરંતુ આ મિલાવટવાળા પાનમસાલા વધારે નુકસાનદાયક હોય છે. અનેક પ્રકારનાં સસ્તા અને હલકા કેમિકલની મિલાવટ કરવામાં આવે છે. આ કેમિકલ માનવ સ્વાસ્થય માટે ખુબ જ નુકસાન દાયક હોય છે. આ ઉપરાંત આ કેમિકલના કારણે ઘણી વખત વ્યક્તિને ખુબ જ ટુંકા સમયમાં કેન્સરનો શિકાર બનતા હોય છે. કેટલીક વખત ટુંકી માંદગી બાદ જ મોત નિપજતું હોય છે. આ કેમિકલ ખુબ જ નુકસાનદાયક હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news