ગાઝિયાબાદ દુર્ગટનાઃ છત પડવાથી અત્યાર સુધી 23ના મોત, જેમના અંતિમ સંસ્કાર હતા, તેમના પુત્રનું કાટમાળમાં દબાવાથી મોત
મુરાદનગરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દબાયા હતા. તેમાં 23 લોકોના મૃત્યુ થયા છે. તો 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં મુરાદનગરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દબાયા હતા. તેમાં 23 લોકોના મૃત્યુ થયા છે. તો 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આ બધા વરસાદથી બચવા માટે છતની નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા, દુર્ઘટનામાં તેમના એક પુત્રનું પણ મૃત્યુ થયું છે.
સ્મશાન ઘાટ પર મુરાદનગરના ફળ કારોબારી જયરામ (65)ના અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન બધા લોકો ગેટ પાસે આવેલી ગેલેરીમાં ઉભા હતા. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. અઢી મહિના પહેલા ગેલેરી બનાવવામાં આવી હતી. લોકોનો આરોપ છે કે ગેલેરી બનાવવામાં ખરાબ મટિરિયલનો ઉપયોગ થયો હતો.
જયરામના પૌત્ર દેવેન્દ્રએ જણાવ્યુ કે, જ્યારે દાદાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. ત્યારે વરસાદ થતા લોકો ગેલેરીની નીચે આવી ગયા હતા. આ દરમિયાન છત પડી અને ત્યાં ઉભા રહેલા લોકો દટાયા હતા. દુર્ઘટનામાં દેવેન્દ્રના કાકાનું નિધન થયુ છે. એક ભાઈ કાટમાળમાં દટાયો અને પિતા પણ ઈજાગ્રસ્ત છે.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ
उत्तर प्रदेश के मुरादनगर में हुए दुर्भाग्यपूर्ण हादसे की खबर से अत्यंत दुख पहुंचा है। राज्य सरकार राहत और बचाव कार्य में तत्परता से जुटी है। इस दुर्घटना में जान गंवाने वालों के परिजनों के प्रति संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) January 3, 2021
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने जनपद गाजियाबाद के मुरादनगर में छत गिरने की घटना में मृतकों के आश्रितों को ₹02-02 लाख की आर्थिक सहायता प्रदान करने के साथ ही मण्डलायुक्त, मेरठ एवं ADG, मेरठ जोन को घटना के संबंध में रिपोर्ट प्रस्तुत करने के भी निर्देश दिए हैं।
— Yogi Adityanath Office (@myogioffice) January 3, 2021
મૃતકોના પરિવારોને સરકાર 2-2 લાખનું વળતર આપશે
દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ કરવા પહોંચી હતી. વરસાદને કારણે તેમણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને રૂપિયા બે-બે લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. સાથે પોલીસ અને તંત્ર પાસે રિપોર્ટ માગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે