આવા અધિકારીઓ હશે તો ગુજરાતમાં ખેડૂત પાસે એક તસુ પણ જમીન નહી વધે, બારોબાર વહીવટ

જિલ્લાના મેદરા ગામની કરોડો રૂપિયાની જમીન પાવર ઓફ એટર્ની દ્વારા ખોટી રીતે પચાવી પાડવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ કરતી વેળાએ ભુમાફિયાઓ દ્વારા સંબંધિત અધિકારી દ્વારા કોઇ પણ જરૂરી પુરાવા વગર જ દસ્તાવેજ વગર કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં રજીસ્ટ્રાર ઉપરાંત અનેક લાગવગીયાઓની સંડોવણી હોય તેવી શક્યતા છે. હાલ તો આ ઘટનાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 
આવા અધિકારીઓ હશે તો ગુજરાતમાં ખેડૂત પાસે એક તસુ પણ જમીન નહી વધે, બારોબાર વહીવટ

ગાંધીનગર : જિલ્લાના મેદરા ગામની કરોડો રૂપિયાની જમીન પાવર ઓફ એટર્ની દ્વારા ખોટી રીતે પચાવી પાડવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ કરતી વેળાએ ભુમાફિયાઓ દ્વારા સંબંધિત અધિકારી દ્વારા કોઇ પણ જરૂરી પુરાવા વગર જ દસ્તાવેજ વગર કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં રજીસ્ટ્રાર ઉપરાંત અનેક લાગવગીયાઓની સંડોવણી હોય તેવી શક્યતા છે. હાલ તો આ ઘટનાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 

ગાંધીનગરના આસમાને પહોંચેલા જમીનના ભાવોના કારણે ભૂમાફિયાઓ દ્વારા અવનવા કાવતરાઓ કરવામાં આવતા હોય છે. ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન વિધવા સહાયના ફોર્મ ભરાવવાના નામે અથવા તો કોઇ સરકારી સ્કીમના નામે ફોર્મ ભરાવીને જમીનના કાગળ પર સહી કરાવી લેતા હતા. હાલ તો આ ખુબ જ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખેડૂતોએ આ અંગે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સબ રજીસ્ટ્રાર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

આ મુદ્દે ભારે હોબાળો થયા બાદ ખેડૂતોએ મચાવતા સબ રજિસ્ટ્રાર ડી.આર ત્રિવેદીએ લેખિતમાં પોતાની ભુલ સ્વીકારી દસ્તાવેજ સમયે ખેડૂત ખાતેદારો હયાત હોવાનું પાવર ઓફ એટર્ની હોલ્ડરનું સોગંદનામુ નહી હોવા છતા તમામ ડોક્યુમેન્ટ ક્લિયર કરી દીધા હોવાનું સ્વિકારીને માફી માંગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સબ રજીસ્ટ્રાર એટલા દયાળુ તો હશે જ નહી કે બિચારા ભુમાફીયાઓની દયા ખાઇને તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યા હશે. ત્રિવેદીનું ખિસ્સુ પણ સારી રીતે ગરમ કરવામાં આવ્યું હશે ત્યારે જ તેનો દયાની સરવાણી વહેતી થઇ હશે. 

આ મુદ્દે અસરગ્રસ્ત ખેડૂત જશુભાઇ પટેલે જણાવ્યું કે, જમીનમાં મૈયત થયેલી વ્યક્તિનું નામ કમી કરવા માટે નોટરીના ચોપડામાં સોગંદનામું કરાયું હતું. આ સોગંદનામામાં કરેલી સહી ફોટાવાળા પાનાનો ઉપયોગ કરીને લાલસિંહ રાઠોડે બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને પોતાના નામે જ રજિસ્ટાર વેચાણ દસ્તાવેજ 9225 અને બનાખતનો કરાર રજિસ્ટર 9230/2022 કરી દેવાયો છે. હાલ તો આ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ અને ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news