PM Modi in Dibrugarh: અસમ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યાઃ પીએમ મોદી

ખનિકર મેદાનમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, અસમ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યા રહી છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત આપણો ગરીબ થાય છે, મધ્યમ વર્ગનો પરિવાર થાય છે.

PM Modi in Dibrugarh: અસમ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યાઃ પીએમ મોદી

ડિબ્રૂગઢઃ ડિબ્રૂગઝના ખનિકર મેદાનમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમની 7 નવી કેન્સર હોસ્પિટલોની આધારશિલા રાખી. ખનિકર મેદાનમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, અસમ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યા રહી છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત આપણો ગરીબ થાય છે, મધ્યમ વર્ગનો પરિવાર થાય છે. કેન્સરની સારવાર માટે થોડા વર્ષ પહેલાં સુધી અહીંના દર્દીઓએ મોટા-મોટા શહેરોમાં જવુ પડતું હતું. ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલી દૂર કરવા માટે છેલ્લા 5-6 વર્ષોમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તે માટે હું સર્બાનંદ સોનોવાલ, હેમંતા જી અને ટાટા ટ્રસ્ટને શુભેચ્છા આપુ છું. 

અમારી સરકારે સાત વસ્તુ- કે સ્વાસ્થ્યના સપ્તઋષિઓ પર ખુબ ધ્યાન આપ્યું છે. પહેલો પ્રયાસ છે કે બીમારીની નોબલ જ ન આવે. તેથી અમારી સરકારે Preventive Healthcare પર ખુબ ભાર આપ્યો છે. યોગ, ફિટનેસ સાથે જોડાયેલા કાર્યક્રમ એટલે ચાલી રહ્યાં છે. બીજુ બીમારીની શરૂઆતમાં જાણકારી મળી જાય. તે માટે દેશભરમાં લાખો ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે. ત્રીજુ ફોકસ છે કે લોકોને ઘરની પાસે પ્રાથમિક સારવારની સારી સુવિધા મળે. તે માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને સુધારવામાં આવી રહ્યાં છે. ચોથો પ્રયાસ છે કે ગરીહોને સારી હોસ્પિટલમાં ફ્રી સારવાર મળે. તે માટે આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર આપવામાં આવી રહી છે. 

— ANI (@ANI) April 28, 2022

અમારૂ પાંચમું ફોકસ છે કે સારી સારવાર માટે મોટા શહેરો પર નિર્ભરતા ઓછી થાય. તે માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2014 પહેલાં દેશમાં માત્ર 7 એમ્સ હતી. તેમાં દિલ્હીને છોડી દેવામાં આવે તો અન્ય જગ્યાએ એમબીબીએસનો અભ્યાસ થતો નહોતો. અમે તે બધી એમ્સને સુધારી અને દેશમાં 16 નવી એમ્સ જાહેર કરી. એમ્સ ગુવાહાટી તેમાંથી એક છે. અમારી સરકારનું છઠ્ઠુ ફોકસ તે વાત પર છે કે ડોક્ટરોની કમીને દૂર કરવામાં આવે. છેલ્લા સાત વર્ષમાં MBBS અને પીજી માટે 70 હજારથી વધુ નવી સીટ જોડી છે. 

અમારી સરકારે 5 લાખથી વધુ આયુષ ડોક્ટરોને પણ એલોપેથિક ડોક્ટરોને બરાબર માન્યા છે. અમારી સરકારનું સાતમું ફોકસ સ્વાસ્થ્ય સેવાઓના ડિજિટાઇઝેશનનું છે. સરકારનો પ્રયાસ છે કે સારવાર માટે લાંબી-લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે, સારવારમાં આવી રહેલી મુશ્કેલીમાંથી છૂટકારો મળે. તે માટે એક બાદ એક યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. 

કેન્દ્ર અને અસમ સરકાર ચાના બગીચામાં કામ કરનારા લાખો પરિવારોને સારૂ જીવન આપવા માટે ઈમાનદારીથી કામ કરી રહી છે. ફ્રી રાશનથી લઈને દરેક ઘર જળ યોજના સુધીની સુવિધાઓ છે, અસમ સરકાર તેને ઝડપથી ચાના બગીચા સુધી પહોંચાડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news