અમદાવાદ: હવે મહિલાની છેડતી કરી તો ખેર નથી, પોલીસે કરી ખાસ 'SHE TEAM'ની રચના

અમદાવાદ શહેરમા મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસમી ખાસ  'શી ટીમ' ની રચના કરવામા આવી છે. પ્રાયોગીક ધોરણે શહેરના ઝોન 1 અને 7 ના 15 પોલિસ મથકોમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. 

અમદાવાદ: હવે મહિલાની છેડતી કરી તો ખેર નથી, પોલીસે કરી ખાસ 'SHE TEAM'ની રચના

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરમા મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસમી ખાસ  'શી ટીમ' ની રચના કરવામા આવી છે. પ્રાયોગીક ધોરણે શહેરના ઝોન 1 અને 7 ના 15 પોલિસ મથકોમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે. 

અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાની સુરક્ષા માટે બનાવામાં આવેલી આ સી ટીમમાં 1 પીએસઆઈ, 4 મહિલા પોલીસ કર્મી અને 2 પુરુષ પોલીસ કર્મી હશે. જે  'શી ટીમ ' જાહેર સ્થળો પર થતી મહિલાની છેડતી અટકાવવા માટે કામગીરી કરશે. મહિલાઓ માટે ફરિયાદ પેટી પણ મુકવામા આવશે અને જેના આધારે છેડતીની ફરિયાદો મળતા પોલીસ કાર્યવાહી કરશે.

  • પીજી અને ગર્લ્સ હોસ્ટેલમા યુવતીની છેડતી અટકાવવા પોલીસ બની સતર્ક
  • મહિલા પોલીસની 'શી ટીમ' ની કરવામા આવી રચના
  • શહેરના ઝોન 1 અને 7 ના પોલીસ મથકમા શરુ કરવામા આવી 'શી ટીમ'
  • મહીલાની છેડતી અટકાવવા માટે કરશે કાર્યવાહી
  • 1 પીએસઆઇ, 4 મહિલા પોલીસ કર્મી અને 2 પુરુષ પોલીસ કર્મી હશે ટીમમાં
  • જાહેર સ્થળો પર થતી છેડતી અટકાવવા પોલીસ આવી હરકતમાં
  • પ્રાથમીક ધોરણે 15 પોલીસ સ્ટેશનમા ટીમો કરાશે શરુ

અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા સાથે જ સુરક્ષા આપવા સતર્ક બની છે. પોલીસ કમિશ્નરની સૂચનાની આ ટીમની રચના કરવામાં આવી છે. તાજેતરમાં જ પીજીમાં યુવતી સાથે બનેલી ઘટના બાદ શહેર પોલીસ હરકતમાં આવી છે. યુવતીઓ સાથે મહિલાઓની સુરક્ષા બાબતે આ ટીમ બનાવવા નિર્ણય લેવાયો છે. 

જુઓ Live TV:- 

ઉલ્લેખનીય છે કે, કોઈ પણ સ્ત્રી કે યુવતી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી 'શી ટીમ'ની મદદ મેળવી શકશે. પ્રાયોગિક ધોરણે શી ટીમને ઈમરજન્સી રિસ્પોન્સ માટે ટુ વ્હીલરની ફાળવણી કરવામાં આવી છે. જોકે આગામી સમયમાં સરકારી ગાડી પણ અપાય તેવી પોલીસે રજૂઆત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news