પાક.નો અનોખો રેકોર્ડ : 1 પૂર્વ રાષ્ટ્રપતિ અને 2 પૂર્વ વડાપ્રધાન એક સાથે જેલ હવાલે
પાકિસ્તાનમાં ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ સાથે એક અનોખો રેકોર્ડ સ્થપાયો
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ સાથે એક અનોખો રેકોર્ડ બની ગયો છે. દેશાં ઇતિહાસમાં આ પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે તેનાં બે પૂર્વવડાપ્રધાન અને એક પૂર્વરાષ્ટ્રપતિ જેલમાં કેદ હોય. ઉર્દુ સમાચારપત્ર જંગના અહેવાલ અનુસાર પાકિસ્તાનનાં ઇતિહાસમાં વડાપ્રધાન તથા પૂર્વ વડાપ્રધાનો મુસિબતોનો સામનો કરતા રહ્યા છે.
બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની હત્યા કરી દેવામાં આવી હતી અને જુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસી પર લટકાવી દેવાયા હતા. જ્યારે બેનજીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. જો કે આ દેશનાં ઇતિહાસમાં પહેલીવાર થયું છે. જ્યારે એક જ સમયમાં એક જ સરકારનાં કાર્યકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરીને જેલમાં નાખી દેવાયા હોય. આ તમામ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે.
ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા
અખબારનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એટલું જ નહી બે અન્ય પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજ્જા ગિલાની અને રાજા પરવેઝ અશરફ પણ કોર્ટના આંટાફેરા કરી રહ્યા છે અને સુનવણી માટે હાજર થઇ રહ્યા છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સમયમાં સરકારમાં ભ્રષ્ટાચારનાં આરોપમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ગત્ત એક વર્ષથી અલ અજીજિયા સંપત્તી મુદ્દે જેલમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ગત્ત એક મહિનાથી આવકથી વધારે સંપત્તી જેલમાં છે. જ્યારે હવે રાષ્ટ્રીય જવાબદારી પંચે એલએનજી કોન્ટ્રાક્ટ મુદ્દે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીને જેલભેગા કર્યા છે. તેની ધરપકડ સાથે જ એક જ સમયે એક પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વવડાપ્રધાનની ધરપકડનો અનોખો રેકોર્ડ બની ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે