ગુજરાતના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંકમાં CMO માં પહેલીવાર આવું થયું!

Chief Secretary of Gujarat : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક કરાઈ છે, વર્તમાન CS રાજકુમારની નિવૃતિ બાદ 31 જાન્યુઆરીએ ચાર્જ લેશે
 

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંકમાં CMO માં પહેલીવાર આવું થયું!

IAS Pankaj Joshi : ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

1989 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પંકજ જોશીને ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રાજકુમારનું સ્થાન લેશે, જેઓ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. સરકારે આ નિર્ણય રાજકુમારની નિવૃત્તિના એક અઠવાડિયા પહેલા જાહેર કર્યો છે. 

અધિક ગૃહ સચિવની રેસમાં પંકજ જોશી પહેલેથી જ મોખરે હતા. તો IAS શ્રીનિવાસ અને ACS એ.કે. રાકેશ પણ રેસમાં હતા. જેમાં પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. સીએમઓમાંથી સીધા જ મુખ્ય સચિવ થયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. મુખ્ય સચિવ કોણ બનશે તેની ચર્ચા સીએમ કાર્યાલયમાં લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાં પંકજ જોશીની લોટરી લાગી ગઈ છે. આ સિવાય પહેલીવાર એવું બન્યું છે કે વર્તમાન મુખ્ય સચિવ વયનિવૃત્ત થવાના હજી વાર હોય તે પહેલા જ તેમના અનુગામીનું નામ જાહેર કરી દેવાયું છે અને નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું.

પંકજ જોશીનું કરિયર
પંકજ જોશીના કારકિર્દીની વાત કરીએ તો, આઈઆઈટી દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરીંગમાં બીટેક થયા છે. તો વોટર રિસોર્સ એન્જિનિયરીંગમાં એમટેક થયા છે. ડિફેન્સ તથા સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમફિલ પણ થયા છે. ગુજરાતની વાત કરીએ તો, નાણાં, તથા ગૃહ જેવા મહત્વના કોર વિભાગોમાં કામ કરવાનો તેમનો અનુભવ બહોળો છે. આ ઉપરાંત રાજ્ય સરકારની કંપની નર્મદાવેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલમાં ચેરમેન-ડિરેક્ટરનું પદ સાડા ત્રણ વર્ષથી સંભાળે છે. 

પંકજ જોશીનો પરિવાર
ઉત્તરાખંડ જિલ્લાના નાના ગામ મુજોલીમાં જન્મેલા પંકજ જોશીની ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમની સિદ્ધિથી અલમોડા જિલ્લાની પ્રતિષ્ઠા વધી છે અને લોકોમાં ખુશીનો માહોલ છે. IAS પંકજ જોશી મૂળ દ્વારહાટ ડેવલપમેન્ટ બ્લોકના મુજોલી ગામના રહેવાસી છે. તેઓ નાનપણથી જ બુદ્ધિશાળી હતો. તેમના પિતા પંતનગર યુનિવર્સિટીમાં નોકરી કરતા હોવાથી તેમણે પણ ત્યાં જ અભ્યાસ કર્યો હતો. B.Tech કર્યા પછી તેણે દિલ્હી IITમાં એડમિશન લીધું અને M.Techની પરીક્ષા પાસ કરી. વર્ષ 1989માં તેમની પસંદગી IAS માટે થઈ હતી. તેમના પિતરાઈ ભાઈઓ મહેશચંદ્ર જોશી અને ખજન ચંદ્ર જોશી અહીં રાનીખેતમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. IAS પંકજ જોશીના પિતા ડૉ. હરીશ ચંદ્ર જોશી પંતનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમની માતા દયા જોષી અને પરિવાર હલ્દવાની નવાબી રોડ પરના ઘરમાં રહે છે. તેમનો મોટો પુત્ર શુભાંગ જોશી દિલ્હીમાં વકીલ છે, જ્યારે તેમનો બીજો પુત્ર શાંતનુ એન્જિનિયર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news