કોલ્ડપ્લેનો સ્ટાર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં અડધી રાતે ટુવ્હીલર પર ફર્યો

Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે અને આવતી કાલે યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ... 25 હજાર રૂપિયા સુધીની ટિકિટો ખરીદીને કોલ્ડપ્લે જોવાનો ક્રેઝ... બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી 
 

કોલ્ડપ્લેનો સ્ટાર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં અડધી રાતે ટુવ્હીલર પર ફર્યો

Ahmedabad News : દેશ દુનિયાભરમાં જાણીતા કોલ્ડ પ્લે બેન્ડનું કોન્સર્ટ આજથી બે દિવસ માટે અમદાવાદમાં શરૂ થઈ જઈ રહ્યું છે. આજે સાંજે 5 વાગ્યે કોન્સર્ટની શરૂઆત થશે, જે માટે લોકોને 2 વાગ્યાથી જ પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાશે... દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરાયું છે. દુનિયાભરમાં કોલ્ડ પ્લેનું બેન્ડ જાણીતું છે ત્યારે લાખો લોકો કોલ્ડ પ્લેમાં ભાગ લેવા આવી રહ્યા છે. VVIP, VIP સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે લોકોના સુરક્ષા માટે પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. કોલ્ડ પ્લેના કોન્સર્ટ દરમિયાન 3 હજાર 285 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પહેરો રહેશે. સાથે જ 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP તહેનાત રહેશે, તો NSGની એક ટીમ, BDDSની 10 ટીમ, 3 ક્વિક રિસ્પોન્સ ટીમ, SDRFની 1 ટીમ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત CCTV સર્વેલન્સની બે વાન સ્ટેડિયમ પર હાજર રહેશે, જે લોકોની અવરજવર પર બાદ નજર રાખશે.

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ થાય તે પહેલા કંઈક અનોખું જોવા મળ્યું હતું. દુનિયાભરના ફેન્સ જેની એક જલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન 24 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદની ગલિયોમાં ટુ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યુરિટી વગર ક્રિસ માર્ટિનએ ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતી.

કોન્સર્ટ લગભગ 5.15 વાગ્યે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યે સમાપ્ત થશે. પરંતું સ્ટેડિયમના પ્રવેશદ્વાર દર્શકો માટે 2 વાગ્યે ખોલવામાં આવશે. સ્ટેડિયમમાં આવનારા લોકો માટે ગેટ 1, 2 પર બેરિકેડિંગ હશે. ટિકિટ ચેક કર્યા પછી દાખલ કરાવાશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા યોજાનાર કોલ્ડપ્લે ને લઈ પોલીસ વિભાગ સતર્ક બની છે. 25-26 જાન્યુઆરીના રોજ યોજાશે કોલ્ડ પ્લેનું પર્ફોર્મન્સ થવાનું છે. જેથી પોલીસ અધિકારી કર્મચારીઓ મળી કુલ 3825 સ્ટાફ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. Nsg ની એક ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે. Qrt ની 3ટીમ..sdrf ની એક ટીમ, bdds ની 10 ટીમ તૈનાત રહેશે. કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે.  સ્ટેડિયમમાં 3825 પોલીસ બંદોબસ્તમાં રહેશે. 3581 પોલીસ કર્મી, 142 PSI, 63PI, 25ACP, 14DCP, QRT ટીમ 3, NSG 1 ટીમ, SDRF 1 ટીમ, BDDS 10 ટીમ તૈનાત રહેશે. 5 વર્ષથી નાના બાળકોને સ્ટેડિયમમાં લઈ જવાની પરવાનગી નથી. 

ક્ષેત્રમાં 270 સીસીટીવી કેમેરાની દેખરેખ માટે કંટ્રોલ રૂમ, લોકોને એરપ્લગ આપવામાં આવશે, વધુ મહિલાઓ આવશે તો વધુ મહિલા પોલીસ રાખવામાં આવશે, BDDSની 10 ટીમો, ફાયર ટીમ પણ હાજર રહેશે, CCTV સર્વેલન્સની બે વાન, 11 મેડિકલ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, એમ્બ્યુલન્સ પણ હશે. 2 મિની હોસ્પિટલ પણ હશે. દરેકમાં ત્રણ બેડ હશે, રાજ્ય અને રાજ્ય બહારના મળી એક લાખ થી વધારે લોકો આવવાની શક્યતા છે. 

અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે  Cold Play Music of The Years તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ કાર્યક્રમ થનાર હોઈ, જે દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન જાહેર કરવામાં આવે છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત : 
જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ

વૈકલ્પિક માર્ગની વિગત : 

  • તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
  • કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

વાવાઝોડાનું મિની ટ્રેલર આવી રહ્યું છે, જાન્યુઆરીના અંતમાં છે વાતાવરણના મહાસંકટની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news