સરદાર પટેલ રિંગરોડ અંગે આઇકે જાડેજાની ટ્વીટ બાદ ઔડાને પત્રકાર પરિષદમાં કરવા પડ્યા ખુલાસા

આઈ.કે. જાડેજાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શું ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી બનતી નથી.?"
 

સરદાર પટેલ રિંગરોડ અંગે આઇકે જાડેજાની ટ્વીટ બાદ ઔડાને પત્રકાર પરિષદમાં કરવા પડ્યા ખુલાસા

ગૌરવ પટેલ/અમદાવાદઃ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ ગુરૂવારે એક ટ્વીટ કરીને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડની ખરાબ સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણી બાદ ઔડાના અધિકારીઓને આ મુદ્દે પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરવાની ફરજ પડી હતી. 

આઈ.કે. જાડેજાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શું ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી બનતી નથી.?"

ઔડાના સીઈઓ એ.બી. ગૌરે પત્રકાર પરિષદમાં ખુલાસા કરતા જણાવ્યું કે, "છેલ્લા 3 દિવસથી સમારકામની કામગીરી ચાલુ છે. ઔડા દ્વારા સમગ્ર રિંગરોડ પર હાલ 7 જગ્યાએ બ્રીજનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. રોડ-રસ્તાના ટેન્ડરમાં ત્રણ વર્ષ સુધી રસ્તાના મેઈન્ટેનન્સી જવાબદારી જે-તે કંપનીની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી હોય છે. સાથે જ ઔડાના અધિકારીઓ રોડનું સતત મોનિટરિંગ કરતા હોય છે."

પત્રકારોના સવાલોનો આપ્યો ગોળ-ગોળ જવાબ
પત્રકાર પરિષદમાં સીઈઓ એ.બી. ગૌરે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. પત્રકારો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોનો પણ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પત્રકારોના દરેક સવાલનો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. તેમણે 

તેમણે કહ્યું કે, "શાંતિપૂરા જંકશન પાસેથી પસાર થતી સુએજ લાઇન બ્રેક થઈ જતાં સર્વિસ રોડને નુકસાન પહોંચ્યું હતું. વરસાદ પૂર્ણ થયા પછી તમામ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે. સડક બનાવનારાનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયા પછી નવું ટેન્ડર બહાર પાડીને નવી એજન્સીને પણ કામ સોંપવામાં આવતું હોય છે."

જોકે, ખરાબ રસ્તા અંગે ટ્વીટ કર્યા પછી આઈ.કે. જાડેજાએ થોડા સમય બાદ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવતું હોય તેવા ફોટા સાથે બીજી એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં જાડેજાએ લખ્યું હતું કે, "અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તાની સુધારણા માટે ઔડાએ તુરંત જ કાર્યવાહી શરૂ કરી તે પ્રશંસનીય છે."

ભાજપ સંગઠનના જ એક નેતા દ્વારા ખરાબ રસ્તા અંગે ટ્વીટ કરવામાં આવતાં તંત્ર દ્વારા જાહેર માર્ગોના કામમાં કેવી બેદરકારી દાખવવામાં આવતી હોય છે તે પોલ ઉઘાડી પડી ગઈ હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news