Samsung, Apple ને પછાડી આ કંપની બની દુનિયાની નં.1 સ્માર્ટફોન કંપની

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi જૂન 2021માં 2 દિગ્ગજ કંપની Apple અને Samsungને પછાડી દુનિયાની નંબર 1 સ્માર્ટફોન વેન્ડર કંપની બની છે. આ માહિતી હાલિયા કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટમાંથી મળી છે.

Samsung, Apple ને પછાડી આ કંપની બની દુનિયાની નં.1 સ્માર્ટફોન કંપની

 

નવી દિલ્લીઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi જૂન 2021માં 2 દિગ્ગજ કંપની Apple અને Samsungને પછાડી દુનિયાની નંબર 1 સ્માર્ટફોન વેન્ડર કંપની બની છે. આ માહિતી હાલિયા કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટમાંથી મળી છે. Xiaomi છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સ્માર્ટફોન બજારમાં ટોપ પર છે. અને આ વર્ષે જૂન મહિનો કંપની માટે ખુબ સારો રહ્યો. પહેલા કંપનીએ યુરોપમાં સેમસંગ જેવી દિગ્ગજ કંપનીને પછાડી. ત્યારબા કંપનીએ જૂનમાં ગ્લોબલી દક્ષિણ કોરિયા ઈલેક્ટ્રોનિક્સની દિગ્ગજ કંપનીને પણ પછાડી. આવું પહેલીવાર થયું જ્યારે શાઓમીએ તમામ સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે આ સિદ્ધિ હાસિલ કરી છે. જો કે સમગ્ર ત્રિમાસિકને ધ્યાનમાં લેવામાં આવે તો તે હજુ પણ શાઓમી સેમસંગથી પાછળ છે અને બીજા નંબરે છે.

એક રિપોર્ટ મુજબ, Xiaomiનું વેચાણ જૂન 2021માં મહિને-દર-મહિને 26 ટકા સુધી વધી છે. જેથી આ મહિને સૌથી ઝડપથી આગળ વધતું બ્રાંડ બની ગયું છે. વેચાણ મામલે Xiaomi Q2 2021 માટે ગ્લોબલી નંબર 2 પર હતું અને સંચયી રૂપથી કંપનીએ 2011માં પોતાની સ્થાપના બાદ લગભગ 800 મિલિયન સ્માર્ટફોન વેચ્યા છે.

Xiaomiને Huaweiના વેચાણમાં ઘટાડો અને વિયેતનામમાં સેમસંગની સપ્લાઈ ચેન પ્રભાવિત થવાનો ફાયદો મળ્યો છે. વિયેતનામમાં કોરોનાથી પેદા થયેલી સ્થિતિને કારણે સેમસંગની સપ્લાઈ પ્રભાવિત થઈ છે. અહીં કોરિયાઈ ઈલેક્ટ્રોનિક્સ કંપની અનેક ડિવાઈસનું ઉત્પાદન કરે છે. Xiaomi વર્તમાનમાં જૂન 2021માં 17.1 ટકાની માર્કેટ શેર સાથે ગ્લોબલ સ્માર્ટફોન સેલ્સ ચાર્ટમાં સૌથી આગળ છે. ત્યારબાદ સેમસંગ 15.7 ટકા સાથે બીજા સ્થાન પર અને એપલ 14.3 ટકા સાથે ત્રીજા સ્થાન પર છે.

કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ ડિરેક્ટર તરૂણ પાઠકે પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યારથી Huaweiના વેચાણમાં ઘટાડો થયો છે, ત્યારથી Xiaomi આક્રમક પ્રયાસ કરી રહી છે. OEM ચીન, યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકા જેવા Huawei અને Honorની ધરોહરવાળા બજારોમાં વિસ્તાર કરી રહ્યું છે. જૂનમાં Xiaomiની ચીન, યુરોપ અને ભારતમાં રિકવરી અને સપ્લાઈની કમીને કારણે સેમસંગના વેચાણમાં ઘટાડાથી વધુ મદદ મળી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news