વડોદરામાં પોલીસકર્મીની માનવતા, અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવતીને PCR વાનમાં બેસાડી પહોંચાડી હોસ્પિટલ

અકસ્માતમાં યુવતીને હોસ્પિટલ પહોંચાડનાર પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયા માનવસેવા માટે જાણીતા છે. તે પોતાની વાનમાં કફન પણ સાથે લઈને ફરે છે. 

વડોદરામાં પોલીસકર્મીની માનવતા, અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવતીને PCR વાનમાં બેસાડી પહોંચાડી હોસ્પિટલ

વડોદરાઃ સામાન્ય રીતે ઘણીવાર લોકો પોલીસની કામગીરી અંગે ટીકા કરતા હોય છે. પરંતુ પોલીસ પણ માનવતા દાખવીને કામ કરતી હોય છે. આવી જ ઘટના વડોદરાથી સામે આવી છે. અહીં પોલીસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી. પોલીસ જવાને આ ઈજાગ્રસ્ત યુવતીને ઉંચકીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી પોલીસની આ કામગીરીને બિરદાવી છે. 

વડોદરા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સુરેશભાઈ હિંગલાજીયા માનવ સેવા કરવા માટે જાણીતા છે. તેઓ જ્યારે ફરજ પર હોય છે ત્યારે મૃતદેહ ઢાંકવા માટે કફન પણ સાથે લીને ફરે છે. સુરેશભાઈ પોલીસમાં ફરજ બજાવવાની સાથે પોતાની માનવસેવા માટે પણ ખુબ જાણીતા છે. 

Jai hind🇮🇳 pic.twitter.com/iH4gmKEUIa

— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022

પ્રાપ્તવિગત અનુસાર સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા પીસીઆરમાં ફરજ બજાવતા હતા, ત્યારે જેલ રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટના બની હતી. ઘણા વાહન ચાલકો પડી જતા ઈજા થઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સુરેશભાઈએ પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી. 

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને તત્કાલ સારવારની જરૂર હતી. પીસીઆર વાનમાં હોસ્પિટલ પહોંચાડ્યા બાદ સુરેશભાઈ યુવતીને ઉંચકીને સીધા ઇમરજન્સી વોર્ડ સુધી લઈ ગયા હતા. ત્યાં યુવતીને તત્કાલ સારવાર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસની કાર્યવાહીને બિરદાવી છે. તો લોકો પણ સુરેશભાઈની પ્રશંસા કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news