Nupur Sharma Row: પાકિસ્તાનમાં નુપુર શર્માના સમર્થનમાં ઉઠ્યો અવાજ, મૌલાનાએ મુસલમાનો પર લગાવ્યો આ આરોપ
પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન થયું. પરંતુ હવે આ બધા વચ્ચે તેમના સમર્થન માટે પણ અવાજ ઉઠી રહ્યો છે.
Trending Photos
Nupur Sharma Row: ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન બાદ ખુબ ચર્ચામાં છે. તેમના નિવેદનથી મુસ્લિમ દેશોમાં ભારે હંગામો મચ્યો છે. તેઓ સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન થયું. પરંતુ હવે આ બધા વચ્ચે તેમના સમર્થન માટે પણ અવાજ ઉઠી રહ્યો છે.
પાકિસ્તાનના મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલી મિર્ઝાએ નુપુર શર્મા વિશે જે કહ્યું તે જાણવા જેવું છે. તેમણે નુપુરનું સમર્થન કરવાની સાથે સાથે મુસલમાનો પર આરોપ પણ લગાવ્યા. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નુપુર શર્માને ભડકાવ્યા અને તેના જવાબમાં ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તાએ પયંગબર વિશે ટિપ્પણી કરી.
મોહમ્મદ અલી મિર્ઝાએ કહ્યું કે પહેલા દોષિત તે મુસલમાન છે જેણે કોઈના ધર્મ વિશે લાઈવ ટીવીમાં વાત કરી. તેમણે કહ્યું કે આપણે આ સમગ્ર વિવાદમાં સમગ્ર માહોલને જોવા પડશે. નુપુર શર્માના નિવેદનના અંદાઝથી એ ખબર પડી જશે કે તે પલટવાર કરી રહ્યા છે. નુપુર શર્માએ કહ્યું કે જો તમે આ પ્રકારે વાત કરશો તો અમે પણ એવું કહીશું. તેમણે કહ્યું કે પહેલો અપરાધી તે મુસલમાન છે જેણે કોઈના ધર્મ વિશે લાઈવ ટીવી પ્રોગ્રામમાં વાત કરી.
Ecumenical #Salafi Engineer Muhammad Ali Mirza: The real culprit is the Muslim guy who first mocked Hindu religion in the live TV show. #BJP leader [Nupur Sharma] made remarks about the Prophet in rebuttal. Islam does not allow us to mock other religions. pic.twitter.com/P3kliMuLri
— SAMRI (@SAMRIReports) June 16, 2022
મોહમ્મદ અલી આગળ કહે છે કે તમે કોઈના ધર્મ વિશે મજાક ઉડાવો કે જ્યારે તે તમારો કોઈ વિરોધી ધર્મ હોય તો તે જરાય કુરાન પ્રમાણે નથી. અન્ય ધર્મના લોકોની સાથે ચર્ચા કરતી વખતે આપણે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ અને અલ્લાહે આપણને તેનો સંદેશ આપ્યો છે. મૌલાના અલીએ કહ્યું કે નુપુર શર્મા વિવાદમાં અરબ દેશોના લોકો એસીમાં બેસીને માહોલને ભડકાવી રહ્યા છે. જ્યારે ભારતમાં લોકો ભીષણ ગરમીમાં પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસકર્મીઓ તેમને જવાબ આપી રહ્યા છે.
મોહમ્મદ અલીએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે આ મૂળ એક આંતરરાષ્ટ્રીય રાજકારણ છે. અરબ દેશ જેને રશિયા સાથે બનતું નથી તેમના ગુલામ છે. આ દેશોએ અરબ દેશોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા. આ અગાઉ અનેક મોટા મોટા મામલા આવ્યા છે જેના પર અરબ દેશોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે રશિયાને લઈને ભારત પર દબાણ સર્જવા માટે અરબ દેશોને ઉક્સાવવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે