આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

આમા કેવી રીતે ભણશે ગુજરાત: ધો-1થી 5ના વિદ્યાર્થીઓને ધો-8ની બાળકી આપે છે શિક્ષણ

કિરણસિંહ ગોહિલ/સુરત: વાત કરીએ શિક્ષણ વિભાગની બેદરકારીના પાપે સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું સાથે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. માંગરોળના હથોડા ગામની પ્રાથમિક શાળા એક સમયે આદર્શ પ્રાથમિક શાળાનોદરજ્જો મેળવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગની લાલીયાવાડીના કારણે આદર્શ શાળાની દુર્દશા બેઠી છે. વાલીઓ શાળામાં શિક્ષકોની ઘટના પગલે બાળકોની સંખ્યા ઘટી છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મુકવા મજબુર બન્યા છે. 

માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળા સુરત જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળા છે. સરકારી શાળા હોય એટલે શિક્ષકો પણ બિન્દાસ ,બાળકોએ ભણવું હોય તો ભણે બાકી અંધેર વહીવટ હવે આ દ્રશ્ય જોઈ લો ધોરણ 8ની વિદ્યાર્થીનીધોરણ 1થી 5ના બાળકોને ગણિતના દાખલ ભણાવી રહી છે. અમે જયારે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા. ત્યારે એક શિક્ષક દોડીને આવી ભણાવી રહેલી વિધ્યાર્થીને તેના ક્લાસમાં મોકલી રીસેસનો ઘંટ વગાડી દીધો હતો. બાળકો પોતાના ઘરે જમવા જતા રહ્યા અને શિક્ષકો પોતાના ક્લાસમાં જમવા જતા રહ્યા અને હથોડા ગામના લોકો શાળામાં લાચાર હાલતમાં અમને ફરિયાદ કરતા રહ્યા હતા.

ખેતીમાં પાણીની તંગીથી બચવા માટે અમરેલીના ખેડૂતે અપનાવી આ રીત

શાળાના મકાનનો જર્જરિત,શાળાની ઉપરના નળીયા તૂટી ગયેલા જોવા મળે છે. જે બાળકોને બેસવા બેન્ચ હતી એ સ્ટોર રૂમમાં ભંગાર બની ધૂળ ખાઈ રહી છે. શાળાના શોચાલયનો ખાળ કૂવો ખુલ્લો જોવા મળે છે. શાળામાં 300થી વધુ બાળકો અભ્યાસ કરે છે. અને આ ખાળ કુવામાં રમતા રમતા પડી જાય તો જવાબદારી કોની એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. અને શાળાના મહિલા આચાર્ય પોતાની શાળાનો રિપોર્ટ કરવાના બદલે સ્થાનિકોને સલાહ આપી રહ્યા હતા.

જયારે અમે શાળાની પરિસ્થતિ મુદ્દે બાઈટ આપવા કહ્યું તો આચાર્ય બેન સફાઈ મારવા લાગ્યા અને તમે કોને પૂછીને શૂટ કરો છો. અમે જયારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.એમ. ખરાડીનો સંપર્ક કર્યો તો તેમણે ફોન તો ઉપાડી આચાર્ય સાથે બાઈટ માટે વાત પણ કરી છતાં આચાર્ય કઈ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. જયારે માંગરોળ તાલુકા શિક્ષણ અધિકારીએ હું વાત કરું છું. કહી ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારે સવાલએ થાય કે સરકારી બાબુઓ બિન્દાસ છે. વાલીઓ પરેશાન છે શાળાના શિક્ષકોના વર્તનથી ડગાઈ ગયેલા ગ્રામજનોએ શાળા મેનેજમેન્ટના સભ્યોની મિટિંગ બોલાવી ચિંતા વ્યક્ત કરી હતી.  
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news