વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ મેચ પહેલા બોલ્યો કોહલી, બસ જીત પર નજર

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 સદી ફટકારી ચુકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, મારા હિસાબથી તે વિશ્વનો નંબર વન બેટ્સમેન છે, મને આશા છે કે તે આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરશે. 
 

વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ મેચ પહેલા બોલ્યો કોહલી, બસ જીત પર નજર

લીડ્સઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મંગળવારે રમાનારી વિશ્વ કપ સેમિફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોહલીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે. સેમિફાઇનલ મુકાબલા પર વિરાટે કહ્યું કે, દબાવના સમયે ટીમ ઈન્ડિયા હંમેશા આશા પર ખરી ઉતરી છે. તેણે કહ્યું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતની રણનીતિની સાથે ઉતરશે. 

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 સદી ફટકારી ચુકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, મારા હિસાબથી તે વિશ્વનો નંબર વન બેટ્સમેન છે, મને આશા છે કે તે આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરશે. ટીમ ઈન્ડિયાની બોલિંગના વખાણ કરતા કોહલીએ કહ્યું કે, અત્યારે ભારતની બોલિંગ વિશ્વમાં શાનદાર છે. તેણે કહ્યું કે, મને આશા છે કે આ નોકઆઉટ ગેમમાં અમે સારૂ પ્રદર્શન કરીશું. 

કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર પત્રકાર પરિષદમાં કહ્યું, 'અમારી બોલિંગ શાનદાર છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે. પરંતુ ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ સારૂ છે. સેન્ટરન સારૂ કામ કરી રહ્યો છે. આ ખાસ દિવસે સારી રમતનું પ્રદર્શન કરવું પડશે. સારી બોલિંગની સામે જે સારૂ રમશે તે જીતશે.'

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રણનીતિ
સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયાની તાકાત અને રણનીતિને લઈને જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું, 'ન્યૂઝીલેન્ડનો એટેક બેલેન્સ છે. તેના પેસર લયમાં છે. તેની વિરુદ્ધ અમારે અનુશાસનમાં રહેવાની જરૂર છે. આ સાથે અમારે યોગ્ય ક્રિકેટ રમવું પડશે. તેના બોલરોની લાઇન અને લેંથ સારી રહી છે. તે બોલને યોગ્ય જગ્યાએ રાખવામાં સફળ રહ્યાં છે.'

ધોનીની સાથે રમવું સૌભાગ્ય
તેણે કહ્યું કે, એમએસ ધોનીએ જે ભારતીય ટીમ માટે યોગદાન આપ્યું છે, તે શાનદાર છે. તેણે કહ્યું, મેં તેના અન્ડરમાં કરિયર શરૂ કર્યું. ધોની માટે મારી આખોમાં ઘણી ઇજ્જત છે. તે હંમેશા ખુશીમાં રહેતો વ્યક્તિ છે. હું જ્યારે તેને પૂછુ છું તો તે મને સારી સલાહ આપે છે. હું તેની સાથે આટલા વર્ષો રમીને ખુબ ભાગ્યશાળી માનુ છું. 

ટીમના દરેક ખેલાડીમાં આત્મવિશ્વાસ
ટીમનો મૂડ કેવો છે, ના સવાલ પર વિરાટે કહ્યું કે, ટીમનો દરેક ખેલાડી રિલેક્સ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં દરેક ટીમ આકરી મહેનત કરે છે. અમે પણ સારૂ રમ્યા. ખુશ છીએ કે અમે સેમિફાઇનલમાં પહોંચી ગયા છીએ. આગળના અવસર માટે અમે ઉત્સાહિત છીએ. 

મેચમાં નિર્ણય લેવો મહત્વનો
નોકઆઉટ માટે ટીમની તૈયારી કેવી છે, ના સવાલ પર વિરાટે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેતી હતી. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોકસ્ડ પણ થવું પડે છે. ડિસિઝન મેકિંગ મહત્વનું રહેશે. બંન્ને ટીમ પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ છેલ્લા વિશ્વ કપમાં ફાઇનલમાં પહોંચી હતી. તેને ખ્યાલ છે કે નોકઆઉટ ગેમ કેમ રમવાની છે. તે ખાસ દિવસે જે ટીમ જજૂન દેખાડે છે, તેને જીતવાની તક વધુ રહે છે. 

સદી ન ફટકારવાનો કોઈ રંજ નથી
વિરાટે કહ્યું, મને સદી ન ફટકારવાનો કોઈ રંજ નથી, મારે અલગ રોલ નિભાવવાનો છે. રોહિત શાનદાર રમી રહ્યો છે, ઈનિંગની વચ્ચે મારી મારી અલગ ભૂમિકા નિભાવવાની હોય છે. વનડે ક્રિકેટમાં ભૂમિકા બદલાતી રહેતી હોય છે. વ્યક્તિગત માઇલસ્ટોન પર કોઈ ધ્યાન આપતું નથી, રોહિત પણ તેમ કરે છે. આ પ્રક્રિયામાં રેકોર્ડ બની જતા હોય છે. હું હંમેશા ટીમ માટે રમવા ઈચ્છું છું. આશા કરુ છું કે બે વધુ મેચ જીતી લઉં. કોઈએ પણ 5 સદી ફટકારવા વિશે વિચાર્યું નહીં હોય. રોહિત વિશ્વનો ટોપ વનડે પ્લેયર છે. 

2008ના U-19 મેચ પર કહ્યું, કાલે વિલિયમસનને યાદ અપાવીશ
વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ખુદ પોતાની ટીમને લીડ કરવાને લઈને પૂછાયેલા સવાલ પર વિરાટે કહ્યું, 'જ્યારે અમે કાલે (મંગળવાર) મળીએ તો તેને યાદ અપાવીશ. તે અનુભવીને સારૂ લાગી રહ્યું છે કે 11 વર્ષ બાદ અમે સીનિયર વિશ્વ કપમાં ફરી પોત-પોતાની ટીમની આગેવાની કરી રહ્યાં છીએ.'

તમને જણાવી દઈએ કે 2008મા અન્ડર-19 વિશ્વ કપની સેમિફાઇનલ પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી અને તે સમય ભારતીય ટીમની આગેવાની વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડ ટીમની આગેવાની વિલિયમસને કરી હતી. ભારત તે મેચ જીત્યું હતું. વિરાટે આગળ કહ્યું, ઘણા ખેલાડી તે વિશ્વકપમાં અમારી બેચમાં હતા, તે બીજી ટીમોમાં પણ છે. તે રાષ્ટ્રીય ટીમમાં રમ્યા અને હજુ પણ રમી રહ્યાં છે. મને લાગે છે કે આ ખરેખર શાનદાર યાદો છે. અમે કે તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે એક દિવસ અમે ફરી આમને-સામને હશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news