કેવા હશે બુલેટ ટ્રેનના પાટા? અમદાવાદથી મુંબઈનો કયો હશે રૂટ? PM મોદીના સૌથી મોટા સપના વિશે જાણો

બુલેટ ટ્રેનનો આખો પ્રોજેક્ટ કેવી રીતે થઈ રહ્યો છે તૈયાર? કઈ-કઈ બાબતોનું રાખવામાં આવી રહ્યું છે ખાસ ધ્યાન? જાણો કેમ આ પ્રોજેક્ટ પર ખાસ નજર રાખી રહ્યાં છે પ્રધાનમંત્રી મોદી...

કેવા હશે બુલેટ ટ્રેનના પાટા? અમદાવાદથી મુંબઈનો કયો હશે રૂટ? PM મોદીના સૌથી મોટા સપના વિશે જાણો

સુરજ સોલંકી, અમદાવાદઃ બુલેટ ટ્રેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન એટલે રફ્તારની સવારી.. પરંતુ શું તમે જાણો છોકે આ રફ્તારની સવારીનો અર્થ શું છે? ગુજરાત અને મહારાષ્ટ્રમાં પરિવહન ક્રાંતિ લાવનારી આ બુલેટ ટ્રેન કઈ ટેકનોલોજીના આધારે ચાલશે? બુલેટ ટ્રેનના પાટા કેવા હશે? આ તમામ સવાલોના જવાબ અમે તમને જણાવીશું. 

સત્તા સંભાળતાં જ પહેલો ટાસ્ક બુલેટ ટ્રેન-
કેન્દ્રની સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ પ્રધાનમંત્રી મોદીએ ભારતના બુલેટ ટ્રેનના સપનાને સાકાર કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધો. જાપાન સાથે કરાર થયો અને ભારતમાં બુલેટ ટ્રેનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થવાની નજીક છે.

બુલેટ ટ્રેનનો સૌથી વધુ રૂટ ગુજરાતમાં-
અમદાવાદના સાબરમતી આશ્રમથી મુંબઈ સુધી 508 કિલોમીટરનો બુલેટ ટ્રેનનો રૂટ રહેશે. જેમાં ગુજરાતમાં 348.04 કિલોમીટરનો બુલેટ ટ્રેનનો રૂટ હશે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 155.76 કિલોમીટરનો રૂટ રહેશે. આ ઉપરાંત દાદરા અને નગર હવેલીનો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ 4.3 કિલોમીટરનો રૂટ હશે.

સ્થાનિક થીમ પર આધારિત હશે સ્ટેશન-
બુલેટ ટ્રેનના આ 508 કિલોમીટરના રૂટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 12 જેટલા બુલેટ સ્ટેશન નિર્માણ પામી રહ્યા છે જેમાં ગુજરાતમાં 8 સ્ટેશન બની રહ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન બની રહ્યા છે. આ સ્ટેશનની પણ એક વિશેષતા હશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપીમાં સ્ટેશન હશે. જ્યારે મહારાષ્ટ્રમાં બોઈસર, વિરાર, થાણે અને મુંબઈમાં સ્ટેશન બની રહ્યા છે. તમામ 12 સ્ટેશનો અને સાબરમતી હબ એક સ્થાનિક થીમ પર બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, વડોદરા સ્ટેશનમાં ‘વડ’ એટલે કે, વટ વૃક્ષ થીમ હશે, જ્યારે સુરત સ્ટેશન હીરા પર આધારિત હશે. સ્ટેશનો પર્યાવરણને અનુકૂળ તકનીકીઓ પર આધારિત હશે જેથી સૌર ઉર્જા અને પ્રાકૃતિક વેન્ટિલેશન જેવા કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય.

બુલેટ ગતિએ આગળ વધશે GDP-
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ અને યુનિવર્સિટી હેમ્બર્ગના સંશોધનકારો દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ, નવી હાઈ-સ્પીડ લાઇનથી જોડાયેલા નગરોમાં પડોશીઓ નગરોની તુલનાએ GDPમાં ઓછામાં ઓછા 2.7%નો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં હાઈ-સ્પીડ રેલ દ્વારા માર્કેટમાં એક્સેસ વધવાથી સીધી અસર GDPને થશે. એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉદ્યોગનો મોટા પ્રમાણમાં વધારો થશે. ભારત જેવા યુવા રાષ્ટ્ર માટે અને ખાસ ગુજરાત માટે વધુ રોજગારી બનાવવામાં પણ મદદ કરશે. હવા અને કાર મુસાફરીની તુલનામાં હાઇ સ્પીડ રેલ પરિવહનના શ્રેષ્ઠ માધ્યમોમાં એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news