રાજકોટમાં રખડતા ઢોર મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય, મેયરે કહ્યું; 'મનપા રાત-દિવસ ઢોર પકડશે'

રાજકોટમાં રખડતા ઢોર મામલે RMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે રખડતાં ઢોરની રાત્રીના સમયે પણ ફરિયાદ મળશે તો પણ કાર્યવાહી થશે. ઢોર પકડવા માટે પાર્ટી રાત્રીના સમયે પણ રસ્તા પર રખડતાં ઢોર પકડશે.

રાજકોટમાં રખડતા ઢોર મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય, મેયરે કહ્યું; 'મનપા રાત-દિવસ ઢોર પકડશે'

ગૌરવ દવે/રાજકોટ: રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોર મામલે ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં એક પછી એક ઘટનાઓ સામે આવ્યા બાદ રાજકોટમાં તાજેતરમાં બનેલી એક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરના કારણે લોકોને ઈજાઓ પહોંચી છે. ત્યારે હવે રખડતા ઢોરને પકડવા માટે પાલિકા એક્શનમાં આવી છે.

રાજકોટમાં રખડતા ઢોર મામલે RMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે રખડતાં ઢોરની રાત્રીના સમયે પણ ફરિયાદ મળશે તો પણ કાર્યવાહી થશે. ઢોર પકડવા માટે પાર્ટી રાત્રીના સમયે પણ રસ્તા પર રખડતાં ઢોર પકડશે. મેયર ડો.પ્રદિપ ડવ દ્રારા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. 

મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, રાત્રીના સમયે પણ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા દિવસ હોય કે રાત ગમે ત્યારે ફરિયાદ આવે એટલે તુરંત જ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેને લઈને શહેરીજનો ઢોરની ગમે ત્યારે ફરિયાદ કરશે એટલે મનપાની ટીમ આવીને ઢોરને પકડી જશે.

નોંધનીય છે કે, શહેરના રસ્તાઓ પર ભૂખ્યા ઢોર ખોરાકની શોધમાં આમથી તેમ ફરતા હોય છે અને પછી શહેરીજનોને પરેશાન કરતા હોય છે. ત્યારે રાજકોટ મેયર દ્વારા હવે દિવસ-રાત ઢોર પકડવા માટે ઝુંબેશ હાથ ધરવા નક્કી કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news