એપ દ્વારા હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ, સાયબર સેલે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓ દીપેન પટેલ અને હર્ષિલ પટેલ છે. આ બંને આરોપી સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા હતા. 
 

એપ દ્વારા હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ, સાયબર સેલે બે આરોપીની ધરપકડ કરી

મૌલિક ધામેચા/ અમદાવાદઃ એપ્લિકેશન થકી હનીટ્રેપનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સમલૈંગિક સંબંધ માટે વપરાતી એપ્લિકેશન દ્વારા પ્રોફેસરને હનીટ્રેપમાં ફસાવી આ ટોળકીએ પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓ દીપેન પટેલ અને હર્ષિલ પટેલ છે. આ બંને આરોપી સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા હતા. તાજેતરમાં જ એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે અમદાવાદનાની નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટમાં બોલાવી તેમની પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લેવામા આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બે આરોપી ને ઝડપી લીધા છે.

સાથે જ મારામારી કરનાર અન્ય 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે અને એક બીજા સાથે મુલાકાત કરે છે. પરંતુ આરોપી દીપેન ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકોને છેતરતો હતો. ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન માત્ર યુવકોને ફસાવી મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર ચાર આરોપીઓ બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેતા હતા. પરંતુ સજાતીય સંબંધોના કારણે બદનામીના ડરે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી. 

જોકે ગ્રામ્ય સાયબર સેલને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી ધોરણ 10 પાસ છે. અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર પણ છે. જેથી કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ સરળ માર્ગ આરોપીએ શોધી કાઢ્યો. જોકે ધરપકડ બાદ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news