જૂનાગઢમાં યુવાને યુવતી સાથે મોજ પડી જાય તેવી વાતો કરી અને પછી હોટલમાં મળવા ગયો પછી તો...
Trending Photos
જૂનાગઢ : શહેરમાં હનીટ્રેપનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત્ત રોજ એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે મેસેજમાં લાળટપકે તેવી વાત કરવાનું 55 હજાર રૂપિયાનાં પડ્યુ હતુ. આ યુવાનને મળવા માટે બોલાવી તેના ગુગગ પે એકાઉન્ટમાંથી 31 હજાર અને ડેબિટ કાર્ડનો પિન મેળવીને એટીએમમાંથી 24 હજાર રૂપિયાઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ અંગે યુવાને ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.
આ અંગે વધારે વિગતો અનુસાર શહેરના બોડગવાસમાં રહેતા 28 વર્ષિય રવિ હરીભાઇ સોલંકીને થોડા દિવસ પહેલા છોકરા છોકરીઓની ચેટિંગ માટેની એપ ટીન્ડર પર મળ્યા હતા. આઇડી પર રવિ સોલંકીને વાત થઇ હતી. એક છોકરીના નામે અજાણ્યા વ્યક્તિએ મીઠી મીઠી વાતના મેસેજ કર્યા હતા. બપોરે ત્રણેક વાગ્યે રવિ આ એપ દ્વારા મુલાકાત થઇ હતી.
રવિને ત્યાં મેસેજ કરતા રૂમમાં આવવાનું કહ્યું હતું. રવિ રૂમમાં જતા જ અજાણ્યા એક યુવાને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ અચાનક રૂમમાં ધસી આવેલા ત્રણ યુવકોએ રૂમમાં આવી ગાળો આપીને માર માર્યો હતો. તું અહીં આવા ખરાબ ધંધા કરવા માટે આવ્યો છે. તેમ કહીને મોબાઇલ આંચકી લઇને ગુગલ પે પર નાણા ટ્રાન્સફર કરાવ્યા બાદ એટીએમ અને પીન લઇને તેમાંથી પણ નાણા ઉપાડી લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે